તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
અંકુર સોસાયટીમાં પૂજા શાહે ફાંસો ખાધો
ટયુશનમાંથી આવેલા પુત્રને લેશન માટે મારકુટ કરતી હોઇ પતિએ ઠપકો દેતાં ગુસ્સે થઇ સાડી પંખે બાંધી લટકી ગઇઃ ગંભીર હાલત

રાજકોટ તા. ૧૪: જંગલેશ્વર ભવાની ચોક નજીક અંકુર સોસાયટીના છેડે રહેતી પૂજાબેન દિનેશભાઇ શાહ (ઉ.વ.૨૩) નામની પરિણીતાએ સાંજે સવા આઠેક વાગ્યે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પતિએ જીવ બચાવી લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.
પૂજાબેનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ દિનેશ કારખાનામાં મજૂરી કરે છે અને આ પરિવાર મુળ બિહારનો વતની છે. પતિ દિનેશે જણાવ્યું હતું કે ચાર વર્ષનો પુત્ર ટયુશનમાંથી ઘરે આવ્યો હોઇ તે બરાબર લેશન કરતો ન હોઇ પત્નિ પૂજા તેને ઠપકો આપી મારકુટ કરતી હતી. આથી મેં તેને નાનકડા દિકરાને આ રીતે ટોર્ચર ન કરાય તેમ કહી ઠપકો આપતાં તેણીને ગુસ્સો આવી ગયો હતો અને રૂમમાં જઇ ફાંસો ખાઇ લીધો હતો. મારુ ધ્યાન પડી જતાં બચાવી લીધી હતી. પૂજાબેન ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી
(3:24 PM IST)










