તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
ઠગાઇના ગુનામાં ૯ વર્ષથી ફરાર પ્રવિણને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો
૨૦૧૫માં એ-ડિવીઝનમાં નોંધાયેલા ગુનામાં ફરાર હતોઃ પીઆઇ એમ.આર. ગોંડલીયાની ટીમના જે. ડી. વાઘેલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, સુભાષભાઇ ઘોઘારી અને ગોપાલ પાટીલની બાતમી

રાજકોટ તા. ૧૪: છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર એ-ડિવીઝન પોલીસના ગુનાના આરોપી પ્રવિણ ભીમજીભાઇ ખંભાળીયા (ઉ.વ.૫૭-રહે. લાઠદળ રામજી મંદિર પાસે, તા. બોટાદ)ને ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, સુભાષભાઇ ઘોઘારી અને ગોપાલભાઇ પાટીલની બાતમી પરથી પકડી લેવાયો છે.
પ્રવિણ ખંભાળીયા વિરૂધ્ધ વર્ષ ૨૦૧૫માં એ-ડિવીઝનમાં ઠગાઇનો ગુનો નોંધાયો ત્યારથી ફરાર હતો. તે સરકારી કર્મચારીના સ્વાંગ રચી લોકોના કામ કરાવી આપવાના બહાને ઠગાઇ કરતો હતો. અગાઉ તેના વિરૂધ્ધ સુરેન્દ્રનગર વઢવાણ, અમદાવાદ ગ્રામ્ય ધંધુકા, ધોરાજી, પ્ર.નગર, એ-ડિવીઝનમાં અલગ અલગ ઠગાઇના છ અને ચોરીનો એક ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના મુજબ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ હિતુભા ઝાલા, હરદેવસિંહ જાડેજા, જે. ડી. વાઘેલા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ, સુભાષભાઇ, કોન્સ. હિરેનભાઇ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, મોહીલરાજસિંહ, ગોપાલભાઇ સહિતે આ કામગીરી કરી હતી
(3:27 PM IST)










