તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
મનપામાં પ્રથમ મહિલા ઇજનેર અલ્પનાબેન મીત્રાની ર૯ વર્ષની સફળ કામગીરીની ઝલક
૧૯૯પમાં સહાયક ઇજનેર તરીકે જોડાયાઃ ર૮ હજારથી વધુ આવાસઃ ર૬ નવી શાળાઓ, અદ્યતન પુસ્તકાલય તથા મહાત્મા ગાંધી મ્યુઝીયમ સહીતના મહત્વના પ્રોજેકટો તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયા

રાજકોટઃ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સીટી ઇજનેર તરીકે સેવા આપતા અલ્પનાબેન મિત્રાએ ર્સ્વેચ્છીક રાજીનામું આપી દીધું છે. તેઓએ કરેલી કામગીરી અહિં આ મુજબ છે.
અલ્પના મિત્રાએ ૧૯૯૫માં રાજકોટ મહાનગરપાલિકામાં સહાયક ઇજનેર તરીકે નોકરી શરૂ કરી, અને તેઓ રાજકોટ મહાનગરપાલિકાના પ્રથમ મહિલા ઇજનેર છે. કમિશનર વિભાગમાં કમિશનરના સહાયક તરીકે કામ કરતાં કરતાં તેમણે વિવિધ વિભાગોમાં સેવાઓ આપી છે. તેઓ રાજ્ય બસ પરિવહન વિભાગ અને આવાસ અને શહેરી મામલાના મંત્રાલય દ્વારા પી.એમ. ઇ-બસ સેવાની સમિતિના સભ્ય પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ રા.મ્યુ.કોર્પો.એ હુડકો એવોર્ડ માટે શ્રેષ્ઠ આવાસ આયોજન, આવાસ માટે ગ્રીન બિલ્ડીંગ પ્રમાણપત્ર જેવા વિવિધ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. તેમણે શ્રેષ્ઠ અધિકારી તરીકેનો પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો છે. તેમણે સામાજિક અને પરિવારજનોની જવાબદારીઓ નિભાવવા માટે સ્વૈચ્છિક નિવળત્તિ લેવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૮,૦૦૦થી વધુ આવાસોનું નિર્માણ ઈન્ટીગ્રેટેડ ઈન્ક્લૂઝીવ પ્રકારની યોજના, જેમાં આંગણવાડી અને શોપિંગ સેન્ટરનો સમાવેશ. ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ આધારિત આવાસ યોજનાઓ. લાઈટ હાઉસ પ્રોજેક્ટ - EWS-II પ્રકારના ૧૧૪૪ આવાસોનું નિર્માણ ટનલ ફોર્મવર્ક french ટેકનોલોજીથી. HUDCO દ્વારા ‘‘કોસ્ટ ઈફેક્ટીવ અર્બન હાઉસિંગ'' માટે એવોર્ડ.
શાળાઓઃ ૨૦૧૩-૨૦૨૧ દરમિયાન ૨૬ નવી શાળાઓનું નિર્માણ. નવી શાળાઓ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ પર આધારિત. શાળાઓમાં આકર્ષક ઇન્ટીરીયર અને આધુનિક કોમ્પેક્ટર સીસ્ટમ.
લાઈબ્રેરીઃ ૬ સ્ટેટે ઓફ થ આર્ટ લાઈબ્રેરીઓ કાર્યરત. ૩૦,૦૦૦ પુસ્તકો અને ૧.૫ લાખ પુસ્તકોની ક્ષમતા ધરાવતી લાઈબ્રેરી.
મહાત્મા ગાંધી મ્યુઝીયમઃ જૂની આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝીયમમાં રૂપાંતરિત. ૨૬ કરોડના ખર્ચે મ્યુઝીયમનું નિર્માણ. આધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજીનો ઉપયોગ.
ડોર્મીટરી - નાઈટ શેલ્ટસઃ૨૨૪ બેડ સાથે ડોર્મીટરીનું નિર્માણ. હોસ્પિટલ ચોક પાસે નવી ડોર્મીટરીનું નિર્માણ.
હેરીટેજ કન્ઝર્વેશનઃ બેડીનાકા અને રૈયાનાકા ટાવરના મરામત અને ઘડિયાળની દુરસ્તી.
સોલાર ગ્રીડ કનેક્ટ સિસ્ટમઃ ૫૦ કિ. વોટ સોલાર સિસ્ટમનો ઉપયોગ. સોલાર એનર્જી દ્વારા ઉર્જાનો બચાવ.
વિવિધ પ્રોજેક્ટ્સઃ ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન, ઈ-બસ, સીએનજી બસ. પીપીપી હાઉસિંગ, સર્કલ ડેવલપમેન્ટ. GIS ડેવલપમેન્ટ, સ્માર્ટસીટી ઇન્ફ્રાસ્ટ્રકચર અટલ લેઈક ડેવલપમેન્ટ. શાળાઓ માટે સેન્ટ્રલાઈઝ કિચન. ઇલેક્ટ્રિક બસ ડેપો અને ચાર્જીંગ સ્ટેશન
(4:07 PM IST)










