તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
વેદાંત હોસ્પિટલમાં ન્યુરો સર્જીકલ વિભાગનો પ્રારંભ
જાણીતા બ્રેઇન - સ્પાઇન સર્જન ડો. સિધ્ધાર્થ જોશીની સેવા : વેદાંત હોસ્પિટલમાં તબીબી સુવિધામાં વધારો થતાં દર્દીઓને લાભ

રાજકોટ તા. ૧૪ : શહેરની જાણીતી મોટી ટાંકી ચોકમાં આવેલ વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ તેની તબીબી સેવાથી ખૂબ જાણીતી છે. વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અનેક તબીબી સેવા ઉપલબ્ધ છે. તેમાં ન્યુરો સર્જીકલ વિભાગનો ઉમેરો થયો છે. વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં એઇમ્સ દિલ્હીમાંથી તબીબી શિક્ષણ મેળવીને બહોળો અનુભવ ધરાવતા કન્સલ્ટન્ટ, બ્રેઇન અને સ્પાઇન સર્જન ડો. સિધ્ધાર્થ જોશીની સેવા ઉપલબ્ધ બની છે.
વેદાંત મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં લેવલ થ્રી આઇસીયુ, સીટી સ્કેન, એમઆરઆઇ, એક્સ-રે, સોનોગ્રાફી તેમજ ટુડી ઇકો, કલર ડોપલર, રેડિયોલોજી, પેથોલોજીકલ વિભાગ, ડાયાલિસીસ વિભાગ, સુપર સ્પેશ્યલ જનરલ રૂમ, ઇમ્બ્યુલન્સની સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
સૌરાષ્ટ્રની નામાંકિત વેદાંત હોસ્પિટલ મોટી ટાંકી ચોક, રાજકોટ જે તબીબી ક્ષેત્રે અતિ આધુનિક સાધનો ધરાવતી અને નિષ્ણાંત ડોકટરોની વિશાળ ટીમ ધરાવતી હોસ્પિટલ છે. વેદાંત હોસ્પિટલ સૌરાષ્ટ્ર - કચ્છના લોકોની ઉપર આર્થિક રીતે ભાર ન આવે અને આધુનિક સાધનો એમઆરઆઇ, સીટી સ્કેન, એકસ-રે, સોનોગ્રાફી, એન્ડોસ્કોપ (દૂરબીન), ટુડી ઇકો જેવા તમામ સાધનો ધરાવે છે.
વેદાંત હોસ્પિટલ પોતાની ઓળખમાં વધુ એક સફળ વિભાગની શરૂઆત કરવા જઇ રહ્યું છે. ન્યુરો સર્જીકલ વિભાગ કે જેમાં ડો. સિધ્ધાર્થ બી. જોશી ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન પોતાની સેવા આપશે. તેઓ એ અભ્યાસ એમબીબીએસ સી.યુ.શાહ મેડિકલ કોલેજથી કરેલ છે. જનરલ સર્જરી જી.જી.હોસ્પિટલ જામનગરથી કરેલ છે. ન્યુરો સર્જરી એમસીએચ ભારતની પ્રખ્યાત એઇમ્સ દિલ્હીથી કરેલ છે. તેઓ મગજ, મણકા તથા કરોડરજ્જુના તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત છે. મગજની તકલીફો જેવી કે મગજની ઇજા, મગજમાં હેમરેજ, પક્ષઘાત, મગજની ગાંઠ, મગજમાં પાણી ભરાવું, આંચકી આવવી, ચહેરા ઉપર અસહ્ય દુખાવો, માથાનો દુખાવો, મગજની નસોમાં સોજો અથવા મોરલી જેના નિષ્ણાંત છે. કરોડરજ્જુની તકલીફ કરોડરજ્જુની ઇજા અથવા ગાંઠ, મણકાનો ઘસારો, ગાદી ખસી જવી, કમરનો દુખાવો, હાથ પગની નસોના દુખાવો, જન્મજાત કરોડરજ્જુની બીમારી હોવી વગેરે રોગોના તેઓ નિષ્ણાંત છે.
તેઓ વેદાંત હોસ્પિટલ ખાતે ઉપરના તમામ રોગોનું નિદાન - સારવાર માટે ૨૪×૭ ઉપલબ્ધ રહેશે. સૌરાષ્ટ્ર - કચ્છની જનતા વેદાંત હોસ્પિટલની આ સેવાનો લાભ લઇ શકશે.
(3:38 PM IST)










