તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
કાલ થી ૧૫ દિવસ રાજકોટ સિનિયર ભાઈઓની લીગ ફુટબોલ ટુર્નામેન્ટ

રાજકોટ : વાય.સી.સી., રાજકોટ ત્થા આર.ડી.એફ.એ. દ્રારા લાલજીભાઈ ચૌહાણ મેમોરિયલ રાજકોટ સિનિયર ભાઈઓ લીગ ફુટબોલ ટુર્નામેન્ટ તા. ૧૫/૦૫/૨૦૨૪ થી ૩૦/૦૫/૨૦૨૪ દરમ્યાન મ્યુનીસીપલ ટર્ફ ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે પ્રેસીડેન્ટ વાય.સી.સી. રાજકોટ શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, વાઇસ પ્રેસીડેન્ટ આર.ડી.એફ.એ. શ્રી ડી.વી.મહેતા, શ્રી મુકેશભાઇ બુંદેલા, શ્રી બી.કે.જાડેજા ત્થા સેક્રેટરી શ્રી રોહિત બુંદેલા માર્ગદર્શન ઉદઘાટન હેઠળ ટુર્નામેન્ટ રમાશે.
આ ટુર્નામેન્ટનું ઉદ્ધાટન તા. ૧૫/૦૫/૨૦૨૪નાં બુધવારે સાંજે ૦૩.૦૦ કલાકે ચૌહાણ પરીવાર ત્થા વાય.સી.સી. અને આર.ડી.એફ.એ દ્રારા કરવામાં આવશે.આ ટુર્નામેન્ટમાં રાજકોટની નામાંકિત ટીમો ભાગ લઇ રહેલ છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે વાય.સી.સી. રાજકોટ નાં મેમ્બર્સ તેમજ આર.ડી.એફ.એ. તમામ મેમ્બર્સ જહેમત કરી રહેલ છે
(7:25 PM IST)










