<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

કાલે ૧૬ મે રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસઃ મનપા દ્વારા વિવિધ જનજાગૃતી કાર્યક્રમ

જુદા જુદા વોર્ડમાં જાહેર પ્રદર્શન, પપેટ શો, શેરી નાટક, રાત્રી સભાનું આયોજન : ‘જયાં જયાં પાણી, ત્‍યાં ત્‍યાં પોરા, જયાં જયાં પોરા, ત્‍યાં ત્‍યાં મચ્‍છર, જયાં જયાં મચ્‍છર, ત્‍યાં ત્‍યાં ડેન્‍ગ્‍યુ'

રાજકોટ, તા. ૧૪:  મહાનગરપાલિકા - આરોગ્‍ય શાખા દ્વારા ૧૬ મે, ‘‘રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ'' અંતર્ગત જનજાગળતિ અંગે  જુદા-જુદા વોર્ડમાં જાહેર પ્રદર્શન, પપેટ શો,  શેરી નાટક, રાત્રી સભા, રેલીનું આયોજન       કરવામાં આવ્‍યું છે.

લોકોને આ કાર્યક્રમોનો લાભ લેવા તથા ડેન્‍ગ્‍યુ રોગ નિયંત્રણ માટે મચ્‍છર ઉત્‍૫તિ અટકાવવા મહાનગરપાલિકાના પ્રયત્‍નોમાં સહયોગ આ૫વા અપીલ કરવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ દર વર્ષ ૧૬ મે ને ‘'રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્‍ય અને ૫રિવાર કલ્‍યાણ મંત્રાલય દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગળતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ તરીકે ઉજવાય છે.

આ વર્ષની થીમ છે ઙ્કચાલો સૌ સાથે મળીને ડેન્‍ગ્‍યુ ૫ર નિયંત્રણ મેળવીએઙ્ઘ  એટલે કે ડેન્‍ગ્‍યુ રોગ નિયંત્રણ માટે તમામ કક્ષાએથી જનસમુદાયનો સહયોગ અત્‍યંત આવશ્‍યક છે અને જનસમુદાયની ભાગીદારી જરૂરી છે.

ડેન્‍ગ્‍યુ એ વાઇરસથી થતો તથા એડીસ મચ્‍છર દ્વારા ફેલાતો રોગ છે. એડીસ મચ્‍છર દિવસે કરડે છે. ડેન્‍ગ્‍યુના લક્ષણો : તાવ, શરીર કળતર, ઉલ્‍ટી ઉબકા, માથુ દુખવું વગેરે છે. સામાન્‍ય રીતે ડેન્‍ગ્‍યુના લક્ષણો ર થી ૭ દિવસ રહે છે. ડેન્‍ગ્‍યુથી પ્રભાવિત મોટાભાગના લોકો લગભગ એક અઠવાડિયા ૫છી સ્‍વસ્‍થ થઇ જાય છે. ૫રંતુ જાતે દવા ન લેતા ડોકટરને બતાવવું હિતાવહ છે.

કમિશનર આનંદ પટેલ તથા માન. નાયબ કમિશનર સ્‍વપિ્નલ ખરે ના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય શાખા - મેલેરિયા વિભાગ દ્વારા લોકોને ડેન્‍ગ્‍યુ વિષયક માહિતી આ૫વા તથા ડેન્‍ગ્‍યુના મચ્‍છરની ઉત્‍પતિ અટકાયતી ૫ગલાની સમજ આ૫વા માટે જુદા - જુદા માઘ્‍યમથી આરોગ્‍ય શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

ડેન્‍ગ્‍યુથી બચવા મચ્‍છર ઉત્‍પતિ અટકાવવા આટલું જરૂર કરીએ

બિનજરૂરી ડબ્‍બાડુબ્‍લી, ટાયર, ભંગારનો યોગ્‍ય સ્‍થળે નિકાલ કરીએ.

પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.

પાણીની સિમેન્‍ટની ટાંકી, સિન્‍ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્‍ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્‍ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્‍ત ઢાંકીને રાખીએ.

અગાશી, છજજામાં જમા રહેતા વરસાદી પાણીનો નિકાલ કરીએ. છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણીનો નિકાલ કરીએ.

ડેન્‍ગ્‍યુ નિયંત્રણમાં મહાનગરપાલિકાના પ્રયત્‍નોમાં સહકાર આપો.

(4:07 PM IST)