તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th May 2024
પરાબજાર-દાણાપીઠમાં દરોડાઃ ૧પ૦ કિલો પ્લાસ્ટીક જપ્તઃ ૬૬ હજારનો દંડ
૧૪ દુકાન પાસેથી પ્રતિબંધીત પ્લાસ્ટીક પકડાયું: વિવિધ વિસ્તારમાં વધુ ૬૬ ધંધાર્થીને ગંદકી બદલ દંડાયા : સિંગલ યુઝ પ્લાસ્ટીકના ધંધાર્થીને ત્યાં મનપાની ઘોંસ

રાજકોટ, તા., ૧૪: સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ ૧૩/૦૫/૨૦૨૪ સિંગલ યુઝ પ્લાસ્ટિક ડ્રાઈવ પરાબજાર, દાણાપીઠ ખાતે કરવામાં આવેલ કુલ ૧૪ ધંધાર્થીઓ પાસેથી ૧૫૦ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૬૬,૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ૬૯ દુકાનદારો પાસેથી ૧પ,૮પ૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ - ૨૦૨૧ અન્વયે તા. ૧૩ના પરાબજાર તથા દાણાપીઠ વિસ્તારમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા મારૂતિ ટ્રેડીંગ કંપનીને રૂા. ૫૦૦૦/- ૩૦ કિલો, ક્રિષ્ના પ્લાસ્ટિક ૫૦૦૦/-૨૦ કિલો, પેકવેલ પ્લાસ્ટિક ૫૦૦૦/-૧૦ કિલો, શ્રીનાથજી પ્લાસ્ટિક ૫૦૦૦/-૧૦ કિલો, શ્રી બાલાજી ટ્રેડર્સ ૫૦૦૦/- ૧૦ કિલો, મોહનજી માધવજી ચંદારાણા ૫૦૦૦/-૧૦ કિલો, રઘુવીર પ્લાસ્ટિક ૫૦૦૦/- ૧૨ કિલો, સિદ્ધિવિનાયક પ્લાસ્ટિક ૩૦૦૦/- ૩ કિલો, રાજુ પ્લાસ્ટિક ૫૦૦૦/-૫ કિલો, સીમા પ્લાસ્ટિક ૫૦૦૦/-૫ કિલો, પ્રીતેશ પોલીપેક ૩૦૦૦/- ૩ કિલો, જીકગરીયા પ્લાસ્ટિક ૫૦૦૦/- ૧૦ કિલો, જે કટારીયા પ્લાસ્ટિક ૫૦૦૦/- ૧૨ કિલો, મનોજભાઈ પ્લાસ્ટિકવાળા ૫૦૦૦/-૧૦ કિલો, સહીતના ૧૪ વેપારીને ૬૬૦૦૦નો દંડ ફટકારી ૧પ૦ કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું.
૬૯ દુકાન ધારકો દંડાયા
મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી વિવિધ વિસ્તારમાંથી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા.૧૩ના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૬૯ આસામીઓ પાસેથી ૩.૭૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૫,૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનના ઢેબર રોડ, કેવડાવાડી રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૯ પાસેથી ૧.૮૫૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૬,૪૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના પુનીતનગર ૮૦ ફૂટ રોડ, અમળતપાર્ક મેઇન રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૬ આસામીઓ પાસેથી ૧.૪૩૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૬,૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનના થોરાળા મેઈન રોડ, ભાવનગર રોડ પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૪ પાસેથી ૦.૪૮૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩,૩૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિ્નલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:46 PM IST)










