<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સહકાર ભારતીના સંજયજી પાંચપોર કાંતિભાઇ પટેલ અને જીવનભાઇ ગોલે સૌરાષ્‍ટ્રના પ્રવાસે

શ્રી સંજયજી પાંચપોર  : શ્રી કાંતિભાઇ પટેલ : શ્રી જીવનભાઇ ગોલે

રાજકોટ : સહકાર ભારતીયના અખિલ ભારતીય સંગઠન મંત્રી શ્રી સંજયજી પાંચપોર, ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી શ્રી જીવનભાઇ ગોલે, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી કાંતિભાઇ પટેલ સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવ્‍યા છે.

આજરોજ રાજકોટમાં સહકાર ભારતીય રાજકોટના સદસ્‍યો સાથે એક વાર્તાલાપનો કાર્યક્રમ યોજાયો છે.

સ્‍થળ : સાંજે પ-૩૦ કલાકે, રાજકોટ નાગરિક  સહકારી બેંક ૧પ૦ ફૂટ રીંગ રોડ રાજકોટ .

શ્રી સંજય ગંગાધરરાવ  પાચપોર સામાજિક કાર્યકર્તા તરીકે જાણીતા સંજયજી હાલમાં સહકાર ભારતી ના રાષ્‍ટ્રીય સંગઠન મંત્રી તરીકે ફરજ બજાવે છે સહકાર ભારતી દેશના સહકારી સંસ્‍થાઓમાં એક સૌથી વિશાળ સંગઠન છે એનું કેન્‍દ્ર મુંબઈ છે અને સમગ્ર દેશમાં સહકારના સિદ્ધાંતોને વિકસિત અને વિસ્‍તારીત કરવા વિભિન્ન સરકારી સંસ્‍થાનો, સામાજિક સંગઠનો તથા સહકારી ક્ષેત્રમાં કામ કરતી વ્‍યક્‍તિઓના માધ્‍યમથી સહકારી સમિતિઓનું એક વિશાળ નેટવર્ક બનાવવા વ્‍યાપક પ્રયાસ કરી રહ્યા છે.

 સને ૧૯૯૦ માં મહારાષ્‍ટ્ર ના નાંદેડ જીલ્લાના પરભણી ગામથી શરૂ કરેલ સામાન્‍ય કાર્યકર્તા તરીકેની રાષ્‍ટ્ર સેવાની આરાધના ર્ંપૂર્ણકાલિન સંઘ પ્રચારર્કં તરીકે સતત ચાલી રહી છે. શરૂઆતના સમયમાં  ગ્રામીણ સ્‍તરથી માંડી  રાષ્‍ટ્રીય સ્‍તર સુધી વિકસિત થયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં સક્રિય કાર્યકર્તા થી કામ શરૂ કરી મહારાષ્‍ટ્ર, ગુજરાત, રાજસ્‍થાનના ગામડાઓ, તાલુકાઓ અને જિલ્લાઓની શાળા, કોલેજો, વ્‍યવસાયિક કોલેજો અને વિશ્વ વિદ્યાલયો સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં નેતળત્‍વ તૈયાર કર્યું.

એબીવીપીના અસંખ્‍ય કાર્યકર્તાઓની એક શળંખલા શ્રી સંજયજીના માર્ગદર્શનમાં  બની છે. એમણે વિદ્યાર્થીઓમાં સામાજિક ભાવના ઉપરાંત દેશભક્‍તિની ચિનગારી જગાવી છે.

 રાષ્‍ટ્રના મુશ્‍કેલીના સમયે સેવાપ્રકલ્‍પ અને આંદોલન કરી શકે એવા સક્રિય નાગરિકો આજે શ્રી સંજયજીને એક આદર્શ માર્ગદર્શક માને છે.

 વિદ્યાર્થી પરિષદમાં પ્રશિક્ષિત થયેલ ઘણા લોકો સામાજિક સમરસતા ના કાર્યમાં  પણ જોડાયા છે. સમાજની અંદર સમરસતા નિર્માણનું આંદોલન ઊભું થયું. આ વિષયને લઈને તેમણે પૂરા ભારત વર્ષની  યાત્રા કરી. સમરસતા માટે ડો. બાબા સાહેબ આંબેડકરના જીવન-અધ્‍યયન કરતાં ૅવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બાબાસાહેબના વિચારો આદર્શ બની શકે છે.  એ પ્રકારનું એમને મરાઠી ભાષામાં પુસ્‍તક પણ લખ્‍યું છે.  મરાઠા યુનિવર્સિટીને ૅડો. બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા યુનિવર્સિટીૅ નું નામ આપવા માટે તેમણે મહત્‍વની ભૂમિકા નિભાવી છે.

૧૭ વર્ષના એમના વિદ્યાર્થી પરિષદના જીવંત કાર્યકાળ પછી છેલ્લા પાંચ-છ વર્ષોથી તેઓ સહકાર ભારતીના કાર્યને અકલ્‍પનીય વેગ આપ્‍યો છે. સહકારી ક્ષેત્રે કાર્યરત આ સંગઠન સૌથી મોટી સભ્‍યસંખ્‍યા ધરાવતું રાષ્‍ટ્ર વ્‍યાપી સંગઠન બની ગયું છે. બીકોમ ની પદવી પ્રાપ્ત કરેલા સંજયજી કોઈપણ કાર્યક્રમ કે આંદોલન માટેની પરિયોજનાને એટલી બધી  ઝીણવટપૂર્વક  આયોજન કરે છે કે વ્‍યવસાય પ્રબંધન વિશેષજ્ઞો પણ ચકિત થઈ જાય છે.  આવા પ્રતિભાશાળી રાષ્‍ટ્રભક્‍ત અને ઉત્તમ વક્‍તા સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવ્‍યા હોવાનું રાજકોટ મહાનગર સહકાર ભારતીના અધ્‍યક્ષ શ્રી જયેશ સંધાણી (મો. ૯૪ર૮ર ૦૦પર૦) એ જણાવ્‍યું છે.

(3:58 PM IST)