<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

૨૩મીએ વાણંદ સામજના ગોંડલીયા પરિવારના સતિમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

હડમતાળા (કોલિથડ) ખાતે તા. ૨૩ના ૧૧ કુંડી હવન, માતાજીના સામૈયા, મહાપ્રસાદ યોજાશે

રાજકોટઃ વાણંદ સમાજ અને ગોંડલીયા પરિવારના અગિયાર મઢના સતિમાં મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન તો ૨૩ને ગુરૂવારે હડમતાળા (કોલિથડ) ખાતે કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે ૧૧ કુંડી હવન પણ યોજાશે.

વાણંદ સમાજ અને ગોંડલીયા પરિવારના ૧૧ મઢના તમામ સભ્‍યો અને સગા -સંબંધીઓને જણાવ્‍યુ છે કે, હડમતાળ (કોલિથડ) ખાતે બિરાજમાન માતાજીના નવા બનેલા સતીમાના નીજ મંદિરનો ભવ્‍ય પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાએલ છે. 

આ પ્રસંગે માતાજીના ધાન પ્રતિષ્‍ઠા તા. ૨૨/૫ને બુધવારે, માતાજીના સામૈયા તા. ૨૩મીએ ગુરૂવારે નીજ મંદિરે, તા. ૨૩મીએ સવારે માતાજીનું પુજન, ગુરૂવારે સવારે હેમાદ્રી, મહાપ્રસાદ બપોરે ૧૧:૩૦ હવન બીડુ ગુરૂવારે બપોરે ૧:૩૦ વાગ્‍યે રાખવામાં આવ્‍યું છે.

સતીમાં ના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ પ્રસંગે વધુ વિગત માટે મો. નં. ૯૮૭૯૧ ૬૩૦૧૨ ૯૭૨૩૬ ૬૧૯૯૯ ઉપર સંપર્ક કરવા યાદીમા જણાવાયું છે.

તસ્‍વીરમાં કમલેશભાઇ ગોંડલીયા, જયેશભાઇ ગોંડલીયા, ભરત ગોંડલીયા, બકુલ ગોંડલીયા, નરશીભાઇ ગોંડલીયા, ચંદ્રકાતભાઇ ગોંડલીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(11:44 AM IST)