News of Thursday, 16th May 2024
કલેકટરની ફલાઇંગ તથા સ્ટેટીકસ ટીમોએ ચૂંટણી દરમિયાન ૬ કરોડની રોકડ-સોનુ-ચાંદી-દારૂ ઝડપી લીધો
પશ્ચિમ વિસ્તારમાંથી ૩ કરોડનો મુદામાલ પકડાયોઃ અમુક કિસ્સામાં આધાર-પુરાવા રજૂ થતાં રોકડ-સોનુ-ચાંદી મુકત કરાયા

રાજકોટ તા.૧૬ : લોકસભાની ચુંટણી આચારસંહિતાના પછી રાજકોટ જિલ્લામાં રોકડ, સોના ચાંદીની હેરાફેરી અટકાવવા વિવિધ ટીમોની રચના કરાઇ હતી. આ ટીમોએ ચુંટણી દરમિયાન કુલ રૂા.૬.૦ર કરોડના રોકડ, સોના ચાંદી સહિતનો મુદામાલ ઝડપી પાડયો હતો.
જિલ્લા ચુંટણી તંત્રની માીહતી અનુસાર શહેરમાંથી રૂા.પ.૦૮ કરોડના અને જિલ્લામા રૂા.૯૪ લાખના રોકડ રકમ સોના-ચાંદી કબજે કરવામાં આવ્યા હતા. સૌથી વધુ રાજકોટ પશ્ચિમમાંથી રૂા.૩.ર૯ કરોડનો મુદામાલ ઝડપાયો છે. જયારે રાજકોટ પુર્વમાંથી રૂા.૯૪ લાખ, રાજકોટ ગ્રામ્યમાંથી રૂા.૭૮ લાખ, રાજકોટ દક્ષિણમાંથી રૂા.૭ લાખનો મુદામાલ કબજે કર્યો છે. રાજકોટ જિલ્લામાં ગોંડલમાંથી રૂા.૩૭ લાખ, જેતપુરમાંથી રૂા.૪૬ લાખ જસદણમાંથી રૂા.પ લાખ અને ધોરાજીમાંથી રૂા. ર લાખના સોના-ચાંદી અને રોકડ રકમ કબજે કરાયા છે. અમુક કિસ્સાઓમાં જેમની પાસેથી રોકડ અને સોના ચાંદી કબજે કરાયા હતા તેમને આધાર પુરાવા રજુ કરાતા મુકત કરાયા છે.
(12:14 PM IST)










