News of Thursday, 16th May 2024
હીરાસર એરપોર્ટના પાટીયા પાસે હિટ એન્ડ રનઃ બામણબોરના રમેશનું મોત
લોઠડા કારખાને જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઉલાળીને ભાગી ગયો

રાજકોટ તા. ૧૬: હીરાસર એરપોર્ટના બોર્ડ નજીક હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનનો ચાલક બાઇકને ઉલાળીને ભાગી જતાં બાઇકચાલક બામણબોર નવાપરામાં રહેતાં રમેશભાઇ વેલજીભાઇ ડાભી (ઉ.વ.૩૦)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બામણબોરથી બાબુલાલ ડાભીએ તસ્વીર મોકલી હતી અને જણાવ્યું હતું કે રમેશભાઇ ડાભી લોઠડા ગામે આવેલા કારખાનામાં કામ કરી મોટે ભાગે ત્યાં જ રહેતો હતો. ગઇકાલે તે પરિવારજનોને મળવા બામણબોરના ઘરે આવ્યો હતો. ત્યાંથી પરત લોઠડા કારખાને જતો હતો એ વખતે હીરાસર એરપોર્ટનો રસ્તો જ્યાંથી ચાલુ થાય છે તે હાઇવેના કટ નજીક કોઇ વાહનનો ચાલક રમેશભાઇને બાઇક સહિત ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. પરંતુ જીવ બચ્યો નહોતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ સહિતે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રામેશભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતો. સંતાનમાં દસ અને ચોૈદ વર્ષના બે પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે
(3:04 PM IST)










