<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ગોડા પરિવારના પાંચમી પેઢીના સભ્‍યો એક રસોડે જમે છે અને એક જ ઓફિસમાં વ્‍યવસાય કરે છે

અત્‍યારે પરિવાર તૂટતા જાય છે ત્‍યારે પ્રેરણારૂપ કિસ્‍સો

રાજકોટ, તા.૧૬ : આજે મોબાઇલ મેનીયા અને ઝડપી પૈસા કમાવવાની ઘેલછામાં પારિવારીક ભાવના વિસરાઇ ગઇ છે અનેક પરિવારો તૂટતા જાય છે. ત્‍યારે સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ ગોડા પરિવારે પુરૂ પાડયું છે. 

મુળ ગોંડલના ગોડા પરિવાર આમ તો વર્ષોથી વકિલાતના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. પરંતુ ગોડા પરિવારના સભ્‍યો આજે પાંચમી પેઢીએ પણ એક સાથે જ રહે છે. પારિવારિક ભાવના આજે પણ અકબંધ રાખી છે. ગોડા પરિવારના તમામ સભ્‍યોનું એક જ રસોડુ છે અને એક જ ઓફિસમાં પી.જે. ગોડા એન્‍ડ કંપની તથા એચ.પી. ગોડા એન્‍ડ કંપનીનો વ્‍યવસાય પાંચ દાયકાથી ચાલી રહ્યો છે.

(3:09 PM IST)