News of Thursday, 16th May 2024
બુધ્ધ પુર્ણિમા નિમિતે પંચદિનાત્મક કાર્યક્રમો
પ્રદર્શની-પ્રશિક્ષણ શીબીર-સભા-જાદુ શો-સંગીત સંધ્યા અને પદયાત્રા સહીતના આયોજનો

રાજકોટ તા. ૧૬ : તથાગત ગૌતમ બુધ્ધની પુર્ણિમા નિમિતે બૌધ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા પ્રદર્શની, શીબીર, પદયાત્રા, સંગીત સંધ્યા સહીતના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બૌધ્ધ સંઘના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૧૯ થી ૨૩ મે ‘બૌધ્ધ ધમ્મ દર્શન' પ્રદર્શની ગૌતમ બુધ્ધ વિહાર, દાસીજીવણપરા પાસ,ે લક્ષ્મીનગર શેરી નં.૩ ખાતે ગોઠવવામાં આવ્યુ છે. તા. ૧૯ ના સવારે ૯ થી પ બૌધ્ધ ધમ્મ પ્રશિક્ષણ શીબીર અને સાંજે ૬ થી ૮ જાહેર બૌધ્ધ ધમ્મ સભા યોજાશે.
જેમાં હરીયાણાથી ભંતે ડો. કરૂણાશીલ રાહુલ અને પોરબંદરથી ભંતે પ્રજ્ઞારત્ન થોરો ઉપસ્થિત રહેશે. તા. ૨૦ ના રાત્રે ૮ થી ૧૧ જાદુ કે રંગ બૌધ્ધ કે સંગ જાદુગર સંજયરાજ દ્વારા વિજ્ઞાનલક્ષી જાદુના અવનવા પ્રયોગો રજુ કરાશે. તા. ૨૧ ના રાત્રે ૮ થી ૧૧ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા રાખેલ છે. તા. ૨૨ મે ના રાત્રે ૮ થી ૧૧ બહુજન સાહિત્યકાર દિનેશ ગોહીલ દ્વારા ડાયરો રજુ થશે.
જયારે અંતિમ દિવસે તા. ૨૩ ના બુધ્ધ પૂર્ણીમાના દિવસે સાંજે પ વાગ્યે બૌધ્ધ ધમ્મ પદયાત્રા સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતેથી પ્રસ્થાન થઇ ડો. ભીમરાવ સોસાયટી, દેવનગર, લક્ષ્મીનગર સોસાયટી, મેઘમાયાનગર, રાજનગર ચોક, નાના મૌવા મેઇન રોડ, લક્ષ્મીનગર અંડરબ્રીજ ચોક, દાસીજીવણરા થઇને સુગમ ગૌતમ બુધ્ધ વિહાર ખાતે સમાપન પામશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બૌધ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ સાથે સંકલનમાં આત્મન યુવા ગ્રુપ, ડો. આંબેડકર ચેરી. ટ્રસ્ટ, પંચશીલ યુવા ગ્રુપ, ધરમનગર ત્રિરત્ન બૌધ્ધ મહાસંઘ, ભારતીય બૌધ્ધ મહાસંઘ, સમતા સૈનિક દળ, બૌધિસત્વ આંબેડકર બુધ્ધ વિહાર કણકોટ વગેરે સંસ્થાઓ સહયોગી રહેશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયુ સુમેધ તથાગત, અમુભાઇ સોલંકી, આયુ દિનેશભાઇ સોલંકી, આયુ જે. ડી. ચાવડા, આયુ સુર્યસેન તથાગત, આયુ બૌધિરાજ બોધ્ય, આયુ ગૌમત ભારતી, આયુ મહેન્દ્રસિંહ ધમ્મેખ, આયુ નાનુબેન સોલંકી, આયુ સંબોધી તથાગત, આયુ કિશોરભાઇ સાગઠીયા, આયુ દિલીપભાઇ પરમાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:25 PM IST)










