News of Thursday, 16th May 2024
ગોંડલમાં શનિવારથી પૂ.મોરારીબાપુના કંઠે શ્રી રામકથા
વડવાળી જગ્યાના મહાસિધ્ધ મહાત્મા શ્રી લોહલંગરી ચૈતન્ય સમાધિ મંદીર અને અન્નક્ષેત્ર દ્વારા દાસજીવણ પાર્ટી પ્લોટ ખાતે આયોજન : કથા સ્થળે ૧૦૦ ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકશે, ભાવીકો માટે એસી ડોમ બનાવાયા, ભવ્યાતિભવ્ય પોથીયાત્રા નિકળશે, દરરોજ રપ થી ૩૦ હજાર ભાવિકો કથાની સાથોસાથ મહાપ્રસાદનો પણ લાભ લેશે, વિશાળ પાર્કીંગ સુવિધાઃ ભાવીકોને જાહેર આમંત્રણ

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ : અત્રેના જેતપુર રોડ ખાતે આવેલ શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ મુકામે પૂ. મોરારીબાપુ કંઠે શ્રી રામકથા નું ભવ્ય આયોજન ગોંડલ ના સુપ્રસિદ્ધ વાળવાળી જગ્યા ના લોહલંગરી બાપુ અન્નક્ષેત્ર દ્વારા આયોજિત મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી સીતારામબાપુની અધ્યક્ષતામાં નિમિત્ત માત્ર મનોરથી ચેતનભાઈ કિશોરકુમાર સાગાણી - યુગાન્ડાના સહયોગથી તા. ૧૮ મે થી ૨૬ મે સુધી યોજાનાર -છે જેમાં પ્રથમ દિવસે તા ૧૮ ને શનિવારે ભવ્ય પોથી યાત્રા બપોરે ૧ વાગ્યે ગોંડલ વાડવાળી જગ્યાથી વાજતે ગાજતે નીકળી શહેર ના રાજમાર્ગો પર ફરી કથા સ્થળે પહોંચશે ત્યારબાદ બપોરે ૪ થી ૭ કથાનો પ્રારંભ થશે. કથા દરરોજ સવારે ૯.૩૦ થી ૧.૩૦ સુધી પૂ. મોરારીબાપુ તેમની આગવી શૈલીમાં સંગીતની સુરાવલી સાથે કથા રસપાન કરાવશે.
જેમા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે ઉલ્લેખનીય છે કે ૪૨ વર્ષ બાદ ગોંડલ શહેરમા રામકથા યોજવા જઈ રહી છે ત્યારે સેવકગણ તેમજ ગોંડલ તથા આસપાસની જનતામાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગોંડલ ખાતે શ્રી દાસીજીવણ પાર્ટી પ્લોટ મુકામે પૂ. મોરારીબાપુની રામકથામાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી મોટી સખ્યામાં સંતો મહંતો,સ્ત્રોતાઓ અને ભક્તો ઉપસ્થિત રહેશે આ માટે સુંદર બેઠક વ્યવસ્થા માટે વાતાનુકુલિત કથા મંડપ તેમજ દરરોજ એકીસાથે ૨૫હજાર થી વધુ લોકો પ્રસાદ લઇ શકે તે માટે મોટા ડોમ માં ભોજનાલયની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
પૂ. મોરારીબાપુની રામકથાની શુભ શરૂઆત ૧૮મે શનિવારે શરૂ થનાર છે ત્યારે બપોરે ૧ વાગ્યે વડવાળી જગ્યા ભગવત પરાથી રથ-ગાડી બાઇક મારફત વાજતે ગાજતે ભવ્ય પોથીયાત્રા નિકળશે. જે શહેરના સરકારી હોસ્પિટલ - ટાઉનહોલ - કડીયાલાઈન - ગુંદાળા દરવાજા બસસ્ટેન્ડ રોડ - જેતપુર રોડ - ત્રણખૂણીયા અને દાસીજીવણ પ્લોટ કથા સ્થળે પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં ભકતો સાધુ સંતો હર્ષભેર જોડાશે.
મહામંડલેશ્વર ૧૦૦૮ મહંતશ્રી સીતારામબાપુ એ જણાવ્યું હતુ કે, ૧૯૮૪માં વડવાળી જગ્યાના મહંત જમનાદાસબાપુ સેવા આપતા હતા અને તેમનો દ્રઢ સંકલ્પ હતો કે ગોંડલમાં પૂ.મોરારીબાપુની કથા કરવી છે જે આજે ૪૦ વર્ષ બાદ ગુરુમહારાજની કળપા અને આશીર્વાદથી સાર્થક થયો હતો.
સૌકાઓ પહેલા ગૌમંડલ ધરા (ગોંડલ)ને કર્મભૂમિ બનાવી સત્ય અને સંસ્કારનુ સિંચન કરી ભુખ્યાને ભોજન આપી અન્નદાન મહાદાનના સૂત્રને જીવન મંત્ર બનાવનાર મહાત્માશ્રી લોહલંગરી બાપુની જગ્યા અત્રેના ભગવતપરા ખાતે આવેલ છે. ૫૦૦ વર્ષથી વધારેના સમય પહેલાનું વટ વળક્ષ હોવાથી તે વડવાળી જગ્યા તરીકે પણ પ્રચલિત છે. અહીં અખંડ ધૂણો - સુંદર શિવમંદિર અને રામજી મંદિર પણ આવેલ છે રોજ પૂજન - આરતી પ્રસાદની વ્યવસ્થા પણ રખાય છે .
સુપ્રસિદ્ધ વડવાળી જગ્યામાં હાલમાં મહંત તરીકે ૧૦૦૮ મહામડલેશ્વર શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન હેઠળ ભાવીભક્તો સાધુ સંતો અને રાહદારીઓ માટે અન્નક્ષેત્ર ની અવિરત સેવા ચાલુ છે જેમા દરરોજ ૨૦૦ થી ૨૫૦ લોકો ને પ્રેમ અને ભાવથી જમાડવામાં આવતું હોવાનું જણાવાયું છે.
અત્રેની વડવાળી જગ્યા મુકામે ૩૬૫ દિવસ ધમધમતું અન્નક્ષેત્ર ઉપરાંત વર્ષ દરમ્યાન આવતા વિવિધ તહેવારો જેવાકે નૂતનવર્ષ
મહાશિવરાત્રી - લોહગગીરી બાપુનો પાટોત્સવ - ગુરુપૂર્ણિમા ઉત્સવ - રામ નવમી તહેવારો રંગેચંગે ઉજવણી થાય છે.
દરવર્ષે જૂનાગઢ સ્થિત શિવરાત્રી મેળામાં સાધુ સતોની સેવા માટે પડાલ નાખી ૬ દિવસ સુધી સતત ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે. જેમા ત્રણેય ટાઈમ ભોજન અને ભજન દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાય છે. કથા અંગે વધુ માહીતી માટે નૈમિષ દેશાણી ૯૪ર૯૧ ૧રર૩૦નો સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વડવાળી જગ્યાના પૂ. સંતરામ બાપુ, રામમઢી સુરત, પૂ. ઇશ્વરદાસ બાપુ-સુરત, નૈમિષભાઇ દેસાણી-ગોંડલ અને મૌલીકભાઇ પારેખ-રાજકોટ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા-રાજકોટ, ભાવેશ ભોજાણી-ગોંડલ)
(3:34 PM IST)










