<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જંજવાડીયા પરિવાર દ્વારા શનિવારે શ્રી બહુચરાજી માતાજીનો નવરંગો માંડવો

રાજકોટઃ ચુંવાળીયા કોળી જંજવાડીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનો ૨૪ કલાકનો નવરંગો માંડવાનું આયોજન તા. ૧૮ શનિવારે કોઠારીયા રોડ, રામનગર-૧, બહુચરાજી ચોક, હુડકો ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે. ભકતો માટે સાંજે મહાપ્રસાદ રાખેલ છે. સંતો, મહંતો અને ભુવાઓ તેમજ આમંત્રિત મહેમાનોના સામૈયા રાખેલ છે. આ માંડવામાં વિવિધ સમાજના પંચના ભુવાશ્રીઓ પધારશે અને રાવળદેવ શ્રી સંદિપભાઇ માતાજીના ગુણગાન ગાશે. આ માતાજીના માંડવાની એકત્રિત થયેલ ૫૦% રકમ સંત વેલનાથધામ કન્‍યા છાત્રાલયના નવનિર્માણમાં અર્પણ કરવામાં આવશે. તેમ રાજવીર જંજવાડીયા અને ધર્મરાજ જંજવાડીયાની યાદીમાં જણાવેલ છે. તસ્‍વીરમાં રાજવીરભાઇ જંજવાડીયા, ધર્મરાજભાઇ જંજવાડીયા, દેવાંગભાઇ કુકાવા, રાજુભાઇ ગાંગાણી, વિવેકભાઇ જોશી, ધનજીભાઇ સુરેલા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:45 PM IST)