News of Thursday, 16th May 2024
એકબીજાના પરીચય માટે વિશ્વસનીય પ્લેટફોર્મ મળવું મુશ્કેલઃ ડો. નિશાંત ચોટાઇ
બજરંગ ગ્રુપ રાજકોટ આયોજીત પરીચય મેળાનું સમાપન : કેતનભાઇ ઠક્કર સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ, તા. ૧૬ : બજરંગ ગ્રૃપ રાજકોટ દ્વારા યુવા યુવતીના પસંદગી પરિચય મેળો કે જેમાં કોઇ જાતના ચાર્જ વગર યુવા યુવતીનું રજીસ્ટ્રેશન, પરિચય બુક સાથેનો કાર્યક્રમ યોજાઇ ગયો. સમગ્ર કાર્યક્રમમાં અકિલા પરિવાર અને રઘુવંશી સમાજના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાનો સહયોગ મળેલ. અકિલા પરિવારના શ્રી જગદીશભાઇ ગણાત્રા સતત માર્ગદર્શકો બની રહેલ.
આ પ્રસંગે પોરબંદરના જિલ્લા વિકાસ અધિકારીશ્રી કેતનભાઇ ઠક્કરે જણાવેલ કે બજરંગ ગ્રૃપ રાજકોટ દ્વારા આયોજિત યુવા યુવતી પરિચય મિલન પસંદગી સમારોહના સફળ આયોજન બદલ સંસ્થાના સ્થાપક પ્રમુખ કિશોરભાઇ કારિયા, પ્રમુખ હસુભાઇ ગણાત્રા અને પ્રોજેકટ ડાયરેકટર જતીનભાઇ ભિંડોરા ટીમને અભિનંદ ન આપ્યા હતા.
રાજકોટ લોહાણા મહાજનના કારોબારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઓર્થોપેડીક સર્જન એશિયન હોસ્પિટલના ડો.નિશાંતભાઈ ચોટાઇએ જણાવેલ કે જીવન સાથી પસંદગીના માપદંડ સમય પ્રમાણે બદલાયા છે, આવા સમયે પેકેજ અને આર્થિક સમળદ્ધિ કેન્દ્રમાં રાખવામાં આવે છે, તેમાં કંઈ ખોટું નથી, પરંતુ ખાનદાની, ફેમિલી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે બધું સારું હોય તેવા સમયે ગોણ બાબતે બાંધછોડ કરવી આવશ્યક છે, શ્રી કિરીટકાકા, અકિલા પરિવારના મોભી અને રઘુવંશી રત્નના માર્ગદર્શન અને આશિર્વાદ સાથે આપણા સમાજની ખૂબ પ્રગતિ થાય છે, હવે વિસ્તાર અને વસ્તી વધતા એક બીજાના પરિચય માટે વિશ્વસનીય અને નિઃસ્વાર્થ અને નિઃશુલ્ક પ્લેટફોર્મ મળવું ખુબ મુશ્કેલ છે, જે આજે કિશોરભાઇ, હસુભાઇ અને જતીનભાઇની ટીમ દ્વારા મળ્યું છે, જે બદલ રાજકોટ લોહાણા મહાજન અને મારા વતી શુભેચ્છાઓ સાથે અભિનંદન આપુ છું.
જાણીતા ઓર્થોપેડીક સર્જન વિવેકભાઇ ખખ્ખરે (આરોગ્યમ હોસ્પિટલ) જણાવેલ કે શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ અને સહયોગ સાથે આજના આ નિઃશુલ્ક યુવા યુવતી પરિચય મિલન સમારોહ યાદગાર બની રહેશે.
યુવા, યુવતીના પરિચય અંગેની કોર્પોરેટર લૂકમાં પરિચય બુક, નિમંત્રણ કાર્ડ, અદ્્ભૂત ડિઝાઇન અને આકર્ષક લુક આપી ટુંકા સમયમાં તૈયાર કરી આપનાર દેશ -વિદેશમાં જાણીતા અને દીવના જાણીતા ફર્ન ટેન્ટ રિસોર્ટ સહિતના રિસોર્ટ અને વિદેશી મહેમાનોની ઇવેન્ટ જેમની કંપની કામનાથ ગ્રૃપ દ્વારા થાય છે તેવા કામનાથ ગ્રૃપના એમડી ચેરમેન પ્રિયંવદનભાઇ કક્કડે જણાવેલ કે જગદીશભાઇ ગણાત્રાએ આ સંસ્થાના માર્ગદર્શક બની મહેમાનોનાં પ્રોટોકોલ મુજબના ઇન્વિટેશન, યુવાન યુવતીના પરિચયબુકમાં મહેમાનોનો આગવી ભાષામાં પરિચય, ડાયેશ પ્રોગ્રામ વિ. નું સંચાલન કરેલ.
પરેશભાઇ પોપટ, મનોજભાઇ ચતવાણી તેમજ તેમના ગ્રુપ દ્વારા કાર્યક્રમ માટે આર્થિક અનુદાન સાથે માર્ગદર્શન આપેલ. આ કાર્યક્રમ માટે એસ. કે. ડેવલપર્સના શરદ ભૈવ પોસ્ટ, જાણીતા બિલ્ડર હરીશભાઇ લાખાણીની હૂફ મળી હતી. કાર્યક્રમની રૂપરેખા સ્થાપક પ્રમુખ કિશોરભાઇ કારીઆ, પ્રોજેકટની રૂપરેખા પ્રોજેકટ પ્રમુખ અને પ્રોજેકટ ડાયરેકટર જતીનભાઈ ભિડોરા એ, સ્વાગત હસુભાઈ ગણાત્રાએ અને આભારવિધિ પંકજભાઈ ચગ દ્વારા થયેલ.
પ્રોજેકટની અમલવારી સંસ્થાના યુવા સંકલન સમિતિના કન્વીનર હેમેન કારીઆ અને શ્રીમતી હેમાગની કારીઆ દ્વારા થયેલ. કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ રીટાબેન કોટક, અને જાગળતિબેન ખીમાણી દ્વારા થયેલ.
આ કાર્યમાં અમોને ભરતભાઈ ભીંડોરા, પરેશભાઈ પોપટ, મનોજભાઈ ચતવાણી, ભીખાભાઈ પાંઉ, ડાયાલાલ કેશરીયા, દિનેશભાઈ ચોટાઈ, પાર્ટનગર ગ્રુપ, પરેશભાઈ વિઠલાણી, જલારામ બિલ્ડર્સ, ધીરજલાલ ત્રિભોવનદાસ-જામનગર, જલારામ ચીકી - રાજકોટ, દિપકભાઈ રાયઠઠ્ઠા. લીસ્બન, સુર્યકાન્તભાઈ - લીસ્બન, નારણદાસ ગોપાલજી ભીંડોરા-કુવાડવા, દિલીપભાઈ સોમૈયા - (અંકિત એસ્ટેટ) - રાજકોટ, બીપીનભાઈ નથવાણી (રાધે એન્ડ કં.) રાજકોટ, રસીકભાઈ ચેવડાવાળા (રાજુભાઈ ચોટાઈ) રાજકોટ, ભરતભાઈ ચાંદરાણી - રાજકોટ (ઓપશન્સ), શૈલેષભાઈ પાબારી-રાજકોટ, શ્રીમતિ ટવીંકલ રાજેશ ખંધેડીયા - રાજકોટ, વિનસ એજન્સી (ફર્નીચર) રાજકોટ, ધવલ એગ્રી એકસપર્ટ - રાજકોટ, અજયભાઈ નથવાણી (સીતારામ ફાઉન્ડ્રી) - રાજકોટ, પ્રવિણભાઈ સોમૈયા પરિવાર, વિમલભાઈ સોમૈયા - ગોંડલ, તેમજ રાજકોટ ઈલે. બજાર એસોસીએશન (રીમા) જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયાલીસ્ટો, મોરબીના ઉદ્યોગપતિઓ, પ્રવિણભાઈ છાંગાણી (હરિભકત), દિનેશભાઈ ચોટાઈ, હિતેષભાઈ ચોટાઈ, યમી ટમી ફુડ પેકેજીંગ ગ્રૃળપ, નો સહયોગ મળેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બજરંગ ગ્રૃપ રાજકોટના કિશોરભાઈ ધનજીભાઈ કારીયા, હસુભાઈ ગણાત્રા, પંકજભાઈ ડી. કારીયા, બટુકભાઈ રાચ્છ, સુનીલ મજીઠીયા જતીનભાઈ ભીંડોરા, પંકજભાઈ ચગ, જયંતભાઈ બુધ્ધદેવ, વિનુભાઈ બુધ્ધદેવ, મનુભાઈ ખંધેડીયા, મહેશભાઈ રાજા, ભરતભાઈ માણેક, પરેશભાઈ સેજપાલ, બી.કે. જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હર્ષદસિંહ જાડેજા, પિયુષભાઈ ભીંડોરા, આશિષભાઈ કોટક, અપૂર્વભાઈ કોટક, યશભાઈ, માનવ, પર્સીલ રાજદેવ, હિતેષ તન્ના, હેમલ ખંધેડીયા, દિનેશભાઈ તન્ના, હિરેન પોપટ, મીનાબેન ચાગાણી, હર્ષાબેન કકકડ, નેરૂતાબેન કકકડ, મીનાબેન ગોટેચા, બીનાબેન કારીયા, અતીનાબેન કારીયા, અલ્કાબેન કેશરીયા, જયોતીબેન કે. ભટ્ટ, વિજયભાઈ કે. ભટ્ટ, જાગળતિબેન ખીમાણી, કોમલબેન કારીયાએ જહેમત ઉઠાવી હતી. તેમ એક અખબારીને અંતે મારફાણી વાહિદ જણાવેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(4:09 PM IST)










