<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

સહારા ઇન્‍ડિયા પરીવારના રાજકોટના કાર્યકરો દ્વારા કલેકટરને આવેદનઃ અમારી હાલત નાજુક છેઃ જમાકર્તાઓ ધમકી આપે છે

અમારી તથા જમાકર્તાઓની હાલત ખૂબજ કફોડી છેઃ હકકના પૈસા પરત અપાવવામાં સહાય કરવા અપીલ

સહારા ઇન્‍ડીયા પરીવારના રાજકોટના એજન્‍ટો-કાર્યકરોએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: સહારા ઇન્‍ડીયા પરિવારના કાર્યકરોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્‍યું હતું કે, અમો તમામ રાજકોટના સહારા ઈન્‍ડિયા પરીવારના કાર્યકર છીએ. અમો છેલ્લા બાર વર્ષથી પરેશાનીનો સામનો કરી રહ્યા છીએ. અને છેલ્લા ત્રણ વર્ષથી અમારી પાકતો મુદતનું પેમેન્‍ટ અમોને મળતું નથી. જે અનુસંધાને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા સીઆરસીએસ સહારા રીફંડ પોર્ટલ ખોલવામાં આવેલું જ તા. ૧૮-૭-ર૦ર૩ લોન્‍ચ કરવામાં આવેલું જેમાં ૪પ દિવસમાં આપના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦/- જમા થશે અને બાકીની રકમ વ્‍યાજ સહિત ૯ મહિનામાં આપના એકાઉન્‍ટન્‍ટમાં જમા થઇ જશે. જેમાં આજ ૯ મહિના જેવો સમય થવા જઇ રહ્યો છે. છતાં જમા થયા નથી.

જેમાં અમારા તથા અમારા સન્‍માનિત જમાકર્તાના ખાતામાં એકપણ રૂપિયા આવેલ નથી. અમારા વર્ષોની કમાણી સહારામાં ફસાઇ જતા અમારી તથા અમારા જમાકર્તાઓની હાલત ખૂબજ કફોળી તથા દયનીય બની ગઇ છે અને અહીં અમારી સહનશકિતની હદ અહીં પુરી થાય છે. તો અમારા હકકના જે પૈસા છે તે અમોને પરત અપાવવામાં અમને સહાય કરશો.

એવી અમારી નમ્ર વિનંતી અમારી હાલત અત્‍યારે ખૂબ જ નાજુક છે અને જરૂર પડયે અમો ‘‘ગાંધી ચિંધ્‍યા માર્ગ''નો રસ્‍તો અપનાવો પડે તેવી હાલત થશે.

કંપની તરફથી એજન્‍ટ અને જમાકર્તાની સાથે બહુ જ મોટી છેતરપીંડી કરવામાં આવેલ છે. જમાકર્તા અમોને ધમકી આપે છે અને પૈસાની માંગણી અમારી પાસે કરે છે. જમાકર્તા એમ કહે છે કે તું અમને પૈસા આપી દે કંપનીને અમે નથી ઓળખાતા અને અમારી ઘર આવીને ઝઘડા કરે છે અને અમારા પરિવારની જાન જોખમમાં છે અને અમારી સાથે કોઇ અઘટીત ઘટના બની જશે તો તેનો જવાબદાર કોણ તેમ પ્રશ્‍ન ઉઠાવ્‍યો હતો. આવેદન દેવામાં રાજકોટ સેક્રેટર મેનેજર, યાદવ (મો. ૯૩૭૬૯ ૦૭પ૭૯), રાજકોટ રીજીનલ મેનેજર (અજીતસિંહ ચાવડા) મો. ૯૯૦૯૯ ૪૪૪૭૧ તથા પીડીત વ્‍યકિતઓના નામ તથા મોબાઇલ નંબર જેમાં મહેન્‍દ્રભાઇ રતીભાઇ મારૂ (મો. ૯૪૦૮૯ ૩૮૬પર), અઘારા રાજેશભાઇ પ્રેમજીભાઇ (મો. ૯૮૭૯પ ૮૦પ૦પ), ચંદ્રકાંતભાઇ ગોરધનદાસ રાજપરા (મો. ૯૭૧ર૧ ૬પ૩૭પ), અરવિંદભાઇ ખીમજીભાઇ દોમડીયા (મો. ૯૮ર૪૮ ૯૦૮રપ), ચંદુભાઇ લખમણભાઇ કથીરીયા (મો. ૯૪ર૭૭ ૩૧૮૩૪), ગિરીશભાઇ જાદવભાઇ પાનસુરીયા (મો. ૮૭૮૦૯ ૪૦૪૪૭) નો સમાવેશ થાય છે.

(4:31 PM IST)