<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

કલોરીન ગેસ લીકેજ થાય તો શું કરવું? મનપાના તાલીમકર્મીને તાલીમ અપાઇ

રાજકોટઃ વોટર વર્કસ શાખા દ્વારા પાણીની ગુણવત્તા જાળવવા માટે તેમજ પાણીનાં નિર્જીવાણુંકરણ માટે ક્‍લોરીન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. ક્‍લોરીન ગેસᅠ“Hazardous Gas”ᅠની શ્રેણીમાં આવતો જોખમી વાયુ છે. અકસ્‍માતે ક્‍લોરીને ગેસ લીકેજ થવાનાં કિસ્‍સામાં, બનતી ત્‍વરાએ ક્‍લોરીન લિકેજને કાબુમાં લેવા માટેᅠ‘સેફ હેન્‍ડલિંગ ઓફ ક્‍લોરીન' વિષેની જાણકારી લગત ટેકીનીકલ કર્મચારીઓ પાસે હોવીᅠ ખુબજ જરૂરી છે. તાજેતરમાં તા. ૧૩ એપ્રિલ થી ૪ મે  દરમ્‍યાન વોટર મેનેજમેન્‍ટ યુનિટ (વેસ્‍ટ ઝોન) હસ્‍તકના જુદાં-જુદાં વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ,ᅠપમ્‍પિંગ સ્‍ટેશન તેમજ સ્‍નાનાગાર સહિતનાં કુલ ૧૧ સ્‍થળ ઉપર આશરે ૩૫ જેટલાં ટેકનિકલ સ્‍ટાફને કલોરીન સેફટી સંલગ્ન માહિતી તેમજ ક્‍લોરીન લીકેજ સમયની ડ્રીલનુ નિદર્શન કરવામાં આવેલ. તદુપરાંત ક્‍લોરીને લીકેજ સમયે ઉપયોગમાં લેવાનાં બ્રિધિંગ એપેરેટસ સેટ (બી. એ. સેટ)નાં યોગ્‍ય વપરાશ માટે ટ્રેનિંગ આપવામાં આવેલ. ઉપરોક્‍ત સમગ્ર આયોજન સિટી એન્‍જીિનયર અલ્‍પનાબેન મિત્રા,ᅠનાયબᅠ કાર્યપાલક ઇજનેર વિ. એચ. ઉમટનાં માર્ગદર્શન હેઠળ કેમિસ્‍ટ અજયસિંહ જાડેજા, કું. મોનાદેવી ગોહિલ તેમજ ક્‍લોરીન એટેન્‍ડન્‍ટશ્રી ગોપાલ ડાભી દ્વારા કરવામાં આવેલ.

(4:14 PM IST)