<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ત્રંબા પાસે રાષ્‍ટ્રીય બજરંગદળનો યુવા પ્રશિક્ષણ વર્ગ

યુવાનોને તાલીમમાં જોડાવા રણછોડભાઇ ભરવાડનું આહવાન યુવાનોને વિવિધ રીતે સક્ષમ બનવા પ્રશિક્ષણ અપાશેઃ રરમીએ તોગડીયાના હસ્‍તે ઉદઘાટન

આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના ગુજરાતના અધ્‍યક્ષ રણછોડભાઇ ભરવાડ, સ્‍થાનિક અગ્રણીઓ મહેન્‍દ્ર તલાટીયા, દિલીપ સોલંકી, વસંતભાઇ પટેલ વગેરેએ આજે પ્રશિક્ષણવર્ગ નિમિતે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૧પ : આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ સૌરાષ્‍ટ્ર પ્રાંત દ્વારા રાષ્‍ટ્રીય બજરંગદળના યુવાનો માટે યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન આગામી તા.ર૧ થી ર૬ મે ર૦ર૪ના શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ ત્રંબા આર.કે.કોલેજ પાછળ ભાવનગર રોડ,  રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૧પ થી ૪૦ વર્ષના યુવાનોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવશે. જેમાં યોગાસન - કરાટે, રાયફલ શુટીંગ - લાઠી દાવ - બાધા - તિરંદાજી -ટ્રેકીંગ રમત  સમતા જેવા શારીરીક વર્તમાન સમયને ધ્‍યાને રાખીને બૌધ્‍ધીક વિષયો પર ચર્ચાક રાવમાં આવશે. રાષ્‍ટ્રીય બજરંગદળએ યુવાનોનું સંગઠન છે. રાષ્‍ટ્રીય બજરંગદળનો મુખ્‍ય ધ્‍યેય વિર હિન્‍દુ વિજેતા હિન્‍દુ હિન્‍દુ સુરક્ષા સમૃધ્‍ધિ - સન્‍માન  - સંસ્‍કાર સાથે આજની સાંપ્રત પરિસ્‍થિતિમાં રાષ્‍ટ્રપ્રેમ હિન્‍દુત્‍વ - દેશભકિત સાથે સમાજ સેવાનો ભાવ જાગે તથા યુવાનો શારીરીક - માનસિક - બૌધ્‍ધિક રીતે સક્ષમ બને  તે માટે ભારતભરમાં આ પ્રકારના યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગના આયોજન કરવામાં આવે છે. આ વર્ષ સૌરાષ્‍ટ્ર પ્રાંતના વર્ગ - ત્રંબા - રાજકોટ ખાતે છે. જેમાં સૌરાષ્‍ટ્ર પ્રાંતના તમામ જીલ્લામાંથી રપ૦ જેટલા યુવાનો આ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ મેળવશે તેમ શ્રી રણછોડભાઇ ભરવાડે (અધ્‍યક્ષ -ગુજરાત કેન્‍દ્રીય મંત્રી) જણાવેલ છે. યુવાનોને આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લેવા આહવાન કરેલ છે.

 યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે ડો. ગોવિંદભાઇ ગજેરા (અધ્‍યક્ષ સૌરાષ્‍ટ્ર પ્રાંત) બકુલભાઇ ખાખી (કાર્યકરે અધ્‍યક્ષ) હિંમતભાઇ બારડ, શશીકાન્‍તભાઇ પટેલ, નિર્મળસિંહ ખુમાન, વસંતભાઇ પટેલ, જયસુખભાઇ બુટાણી, જેન્‍તીભાઇ પટેલ, વનરાજસિંહ ખેર, બીજલભાઇ રબારી, જગદીશભાઇ વડોદરીયા - ચંદુભાઇ વાળા વગેરે એએચપી સૌરાષ્‍ટ્ર પ્રાંતના પદાધિકારી તમામ જીલ્લાના પ્રવાસ સાથે વર્ગની વ્‍યવસ્‍થા સંભાળી રહયા છે. રાજકોટ મહાનગરના પદાધિકારી મહેન્‍દ્રભાઇ તલાટીયા, દિલીપભાઇ સોલંકી, શૈલેનદ્રભાઇ ટાંક, રસીકભાઇ સોલંકી, નાગરાજસિંહ વાળા, રામભાાઇ ભરવાડ વગેરે કાર્યકર્તા વર્ગની તમામ તૈયારીઓ કરી રહયા છે.

વર્ગનું ઉદઘાટન - આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સ્‍થાપક અને અધ્‍યક્ષશ્રી ડો. પ્રવિણ તોગડીયા અને શ્રી સ્‍વામીનારાયણ ગુરૂકુળ ત્રંબાના સંતશ્રી મહારાજ શ્રી પૂર્ણ સ્‍વામીજીના વરદ હસ્‍તે તા.રર મે રોજ કરવામાં આવશે.

(4:29 PM IST)