<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

વિનામુલ્‍યે રપ દિવસ સુધી છાસ વિતરણ કરવામાં આવશેઃ નરેન્‍દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ

શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ દ્વારા કાલે શુક્રવાર સવારે ૯-૩૦ થી ફોર્મ વિતરણ શરૂ, ઓરીજીનલ રાશનકાર્ડ (કુપન) સાથે લાવવું કાર્ડ ધારકોને રાજકોટ ડેરીની ૧ લીટર છાસ આપવામાં આવશેઃ ભાર્ગવભાઇ સોલંકી

રાજકોટ તા. ૧૬: શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા સમગ્ર સૌરાષ્‍ટ્રની અંદર અલગ અલગ પ્રકારની સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. જેમાં શ્રી આપાગીગાના ઓટલે સંપૂર્ણ પણે વિનામુલ્‍યે ર૪ કલાકનું અન્‍નક્ષેત્ર ધમધમતું હોય છે. રહેવા-જમવા-ચા-પાણી-નાસ્‍તાની વ્‍યવસ્‍થાઓ સંપૂર્ણ વિનામુલ્‍યે આપવામાં આવે છે. મહાશિવરાત્રીના મેળામાં પણ મેળા દરમ્‍યાન ૭ દિવસ સુધી સંપૂર્ણ વિનામુલ્‍યે મહાપ્રસાદરૂપી ભોજન પીરસવામાં આવતું હોય છે. રાજકોટની અંદર શ્રાવણ માસ દરમ્‍યાન જન્‍માષ્‍ટમી નિમીતે મીઠાઇ તેમજ ફરસાણનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે. માનવતાવાદી પ્રવૃતિઓને સાથે લઇ ચોપડા વિતરણ, ઇનામ વિતરણ, વગેરે અનેક પ્રકારના સામાજીક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે.

સંપૂર્ણ પણે વિના મુલ્‍યે છાસ વિતરણનો કાર્યક્રમ આવતા સતત રપ દિવસો સુધી રાજકોટ ડેરીની (૧-એક લીટર લુઝ છાસ) મધ્‍યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે. જેનું ફોર્મ વિતરણનો તા. ૧૭ શુક્રવાર સવારે ૯-૩૦ થી ફોર્મ હશે ત્‍યાં સુધી વ્‍હેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે. છાસ એ મધ્‍ય વર્ગનું અમૃત પીણું કહેવાય છે. ત્‍યારે દરેક સમાજને ઉપયોગી થવાય તે હેતુથી કોઇપણ પ્રકારના જ્ઞાતિજાતિના ભેદભાવ વગર તા. ૧૯ રવિવાર સવારથી છાસનું વિતરણ કરવામાં આવશે. આ માટેના પાસ તા. ૧૭ શુક્રવાર સવારથી વહેલા તે પહેલાના ધોરણે પોતાનું ઓરીજીનલ રાશનકાર્ડ (કુપન) તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ લઇને આવવાની રહેશે.

ફોર્મ વિતરણનો સમયઃ તા. ૧૭ શુક્રવાર સવારે ૯-૩૦ થી ફોર્મ હશે ત્‍યાં સુધી વ્‍હેલા તે પહેલાના ધોરણે શ્રી ગોપીનાથ કોમ્‍પલેક્ષ, શ્રી ભાર્ગવભાઇ નરેન્‍દ્રભાઇ સોલંકીનું કાર્યાલય, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

(4:20 PM IST)