<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

જમીન દબાણકારો ઉપર તૂટી પડવા રાજકોટના ૧૪ મામલતદારોને કલેકટરનો આદેશ : નોટીસો ફટકારો

દર ૧૦ થી ૧ર દિવસે એક દબાણ હટાવવું પડશે : નક્કર કામગીરી દેખાડવા સૂચના... : સર્કલ-પ્રાંત -મામલતદારોને સરકારી ખરાબાની વિગતો જાણી લેવા હુકમો : કલેકટરના ધ્‍યાને બે સ્‍થળનું દબાણ આવ્‍યું : રાજકોટમાં ચાલતા વિવિધ પ્રોજેકટોની સમીક્ષા-રિવ્‍યુ અંગે આર. એન્‍ડ બી. એઇમ્‍સ સહિત તમામ એજન્‍સીને સાંજે બોલાવતા પ્રભવ જોષી : કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને કાલે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની બેઠક : ૧૦૦ થી વધુ કેસો.: ર૪ મીએ ચૂંટણી બાદની પ્રથમ આર.ઓ. બેઠક : મહેસુલી મુદ્દાઓ -તુમાર- દબાણ તથા કોર ગ્રૃપના મુદ્દાઓ ઉપર ખાસ ફોકસ કરાશે : સમીક્ષા થશે

રાજકોટ, તા. ૧૬ :  રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પુરી થઇ અને કલેકટર તંત્ર સહિત તમામ કચેરીમાં રૂટીન કામગીરી શરૂ થઇ છે.

દરમિયાન રાજકોટ જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પોતાના તમામ ૧૪ મામતલાદરોઅને પ્રાંત અધીકારીઓને સરકારી જમીનો ઉપર કોર્મશીયલ-રેસીડન્‍સનું બાંધકામ -દબાણ ખડકી દેનાર ભૂમાફીયાઓ-દબાણકારો ઉપર તૂટી પડવા-સખ્‍ત હાથે કામ લેવા આદેશો કર્યા છે, ખૂદ કલેકટરના ધ્‍યાને બે મોટા દબાણો આવ્‍યા છે, જેમાં માધાપર સર્વે નં. ૧૧૧માં ઓરડીઓ બનાવાયાનું,  તો કણકોટ એન્‍જીનીયરીંગ  કોલેજ પાસે પણ દબાણો ઉભા થઇ ગયાનું બહાર આવ્‍યું છે.

કલેકટરે પત્રકારોને જણાવ્‍યું હતું કે દબાણો અંગે તાકિદે સર્વે કરી ધડાધડ આ લોકોને નોટીસો ફટકારી અને દબાણો દૂર ન કરે તો ઓપરેશન હાથ ધરી કિંમતી સરકારી જમીનો ખુલ્લી કરાવો, તેમજ સર્કલ-મામલતદાર-પ્રાંત દ્વારા નિયમિત સરકારી ખરાબાઓનું ખાસ ચેકીંગ થાય, ફેરણી થાય તે પણ જરૂરી છે.

કલેકટર ઉમેયુૃ હતું કે દર ૧૦ થી ૧ર દિવસે મામલતદારો દ્વારામ તેમના વિસ્‍તારમાં એક દબાણ તો હટાવવુ જ પડશે અને તેનો રિપોર્ટ કરવાનો રહેશે.

દરમિયાન કલેકટરે ઉમેર્યુ હતું કે આવતીકાલે બપોરે ૩ાા વાગ્‍યે ચૂંટણી પછીની આ પહેલી લેન્‍ડગ્રેબીંગ કમિટીની મીટીંગ મળશે, જેમાં ૧૦૦ આસપાસ કેસો અંગે નિર્ણય લેવાશે.

તે ઉપરાંત ર૪ મી એ સવારે ૧૧ વાવ્‍યે ચુંટણી પછીની પ્રથમ રેવન્‍યુ ઓફીસરોની એટલે કે આર.ઓ. મીટીંગ મળશે, જેમાં તમામ મહેસુલી મુદ્દાઓ-તુમાર-દબાણ તથા અમારૂ જે કોર ગ્રૃપ છે તેમાં રહેલ મુદ્દાઓ ઉપર ખાસ ફોકસ કરાશે.

કલેકટર ઉમેર્યુ હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં ચાલતા વિવિધ વિકાસ કામો અંગે દરેક એજન્‍સીઓને આજે સાંજે પ વાગ્‍યે મીટીંગ અર્થે બોલાવાઇ છે જેમાં રાજકોટ-જેતપુર સીકસલેન પ્રોજેકટ, એઇમ્‍સ, રાજકોટ કાનાલૂસ ડબલ રેલ્‍વલાઇન ફેક,માધાપર સાઇડ બ્રીજ રોડ વિગેરે બાબતે  આર એન્‍ડ બી, એઇમ્‍સ, નેશનલ હાઇવે સહિતની એજન્‍સીઓને બોલાવી રીવ્‍યુ લેવાશે.

(4:51 PM IST)