News of Friday, 17th May 2024
દારૂના ગુનામાં સામેલ જંકશન પ્લોટના દિનેશને પાસા તળે જેલમાં ધકેલાયો
ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયા, બી. જે. જાડેજા, ભરતભાઇ વનાણી, પીસીબી પીઆઇ રાણે અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૭: દારૂના ગુનામાં સામેલ વધુ એક શખ્સને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. જંકશન પ્લોટ-૫/૧૨ના ખુણે સોમનાથ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૫માં રહેતાં દિનેશ રાજકુમાર નીચાણી (ઉ.વ.૩૬)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં અમદાવાદ જેલહવાલે કરાયો છે.
આ શખ્સ વિરૂધ્ધ પ્ર.નગર, ડીસીબી પોલીસ સ્ટેશનમાં દારૂના ત્રણ ગુના નોંધાયા હતાં. જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલીયા, એએસઆઇ બી. જે. જાડેજા, ભરતભાઇ વનાણી, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, વિરેન્દ્રસિંહ ઝાલા, સુભાષભાઇ ઘોઘારી, પીસીબી પીઆઇ એસ. એસ. રાણે, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામીએ દરખાસ્ત તૈયાર કરતાં મંજુર થઇ હતી. બાદમાં આ ટીમે વોરન્ટ બજવણી કરી હતી.
(3:13 PM IST)










