News of Friday, 17th May 2024
ટુવ્હીલર ચોરી નંબર કાઢી દસ દિવસથી ફેરવતાં માર્ગીટ અને નૈમિષ પકડાયા
તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની ટીમના કુલદિપસિંહ જાડેજા, મહાવીરસ્િંહ જાડેજાની બાતમી પરથી પકડાયાઃ માધવ પાર્કની શેરીમાંથી ફેરવવા માટે ઉઠાવ્યું હતું

રાજકોટ તા. ૧૭: વાહનચોરી અટકાવવા અને આવા ગુનાઓ ડિટેકટ કરવાની સુચના અંતર્ગત તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહાવીરસિંહ જાડેજા અને કુલદિપસિંહ ડી. જાડેજાની બાતમી પરથી મવડી બાપા સિતારામ ચોક પાસેથી સુઝુકી એકસેસ સાથે બે શખ્સને પકડી લીધા હતાં. નંબર વગરનું આ વાહન ચોરાઉ હોવાની માહિતી મળી હોઇ બંનેની આકરી પુછતાછ કરતાં દસ દિવસ પહેલા ગોવર્ધન ચોક માધવ પાર્ક પાસેથી ઉઠાંતરી કર્યાનું કબુલ્યું હતું.
પોલીસે બંને શખ્સો માર્ગીટ હસમુખભાઇ ખુંટ (ઉ.૨૮-કારખાનામાં નોકરી, રહે. ગોવિંદરત્ન-૪ બંધ શેરી ભાડેથી, ૧૫૦ રીંગ રોડ) તથા નૈમિષ ચંદુભાઇ કાકડીયા (ઉ.૨૯-છુટક મજૂરી, રહે. રિયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી-૩૦૪, બાપા સિતારામ ચોક મવડી)ને પકડી લઇ ૮૫ હજારનું વાહન કબ્જે કર્યુ હતું. બંનેએ ફેરવવા માટે વાહન ઉઠાવ્યાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોેધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર પીઆઇ ડી. એમ. હરિપરા, પીએસઆઇ એચ. એન. ગઢવી, હેડકોન્સ. કોૈશેન્દ્રસિંહ, ક્રિપાલસિંહ, અજયભાઇ, મયુરભાઇ, કોન્સ. કુલદિપસિંહ, જીલુભાઇ, સંજયભાઇ, શિવભદ્રસિંહ, નિકુંજભાઇ, મયુરસિંહ, મહાવીરસિંહ, જુગલભાઇ, અમિતભાઇ, ભુમિકાબેન સહિતે આ કામગીરી કરી હતી.
(4:17 PM IST)










