<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે શનિવારે ખેડુત હાટ ભરાશે

ફુલ છોડ, શાકભાજી, ફળ, ચકલીઘર, માટીના કુંડા સહીતની વસ્તુ મળશે

રાજકોટ તા. ૧૭ : ઓ.વે.શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્ષ ખાતે આગામી તા. ૧૮ ના સવારે ૮ થી ૧ દરમિયાન નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે 'ખેડુત હાટ'નું આયોજન કરાયુ છે.

લોકોને સહેલાથી અને સસ્તા દરે ફુલ છોડના રોપા મળી રહે તે હેતુથી દેશી ગુલાબ, કાશ્મીરી ગુલાબ, ઇંગ્લીશ ગુલાબ, મોગરા, જાસુદ, કરેન, લીમડો, સમી, અડેનિયમ દ્રાક્ષ, મધુમાલતી, બોગનવેલ, ચંપો, ટગર, મયુરપંખ વગેરેનું રાહતભાવથી વેચાણ કરાશે. તેમજ દેશી ઓસડીયા જેવા કે અશ્વગંધા, સતાવરી, ખરખોડીનો પાવડર, અરીઠા, શીકાકાઇ, આમળા પાવડર વગેરે તેમજ ફળમાં હાફુસ અને કેસર કેરી, ચીકુ વગેરે પણ મળશે. સાથે પુઠાના ચકલીઘર, ચણની ડીશ, માટીના પાણીના પરબ, ચોમાસુ શાકભાજી બિયારણ, પ્યોર મધ, ગુલકંદ વગેરે પણ મળશે.

રસધરાવતા લોકોએ ખેડુત હાટનો લાભ લેવા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(4:20 PM IST)