<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

અનુસુચિત જાતિના પરિવારજનોના દીકરા-દીકરીઓનો રવિવારે પરિચય મેળોઃ રર૦ ઉમેદવારો ભાગ લેશે

ગુજરાત શેડયુલ્‍ડ કાસ્‍ટ સમન્‍વય સમિતિ-રાજકોટ દ્વારા આયોજન

રાજકોટ : સમગ્ર ગુજરાત રાજયના અનુસુચિત જાતિના પરિવારજનોના દિકરા - દિકરીઓ માટે એક જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રર૦ ઉમેદવારો ભાગ લેશે.

ગુજરાત શેડયુલ્‍ડ કાસ્‍ટ સમન્‍વય સમિતિ - રાજકોટના આયોજકોનો મુખ્‍ય ઉદેશ સમાજના દિકરા-દિકરીઓને જીવનસાથી પસંદગીની વિશાળ તકો આપવાનો હોવાનું જણાવાયું છે.

આ કાર્યક્રમમાં પ.પૂ.ધ.ધૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્‍યામાનંદગીરીજી (સંતશ્રી દાસીજીવણ સાહેબની જગ્‍યા, ઘોઘાવદર) આશીર્વચન આપશે.

આ મહોત્‍સવના અધ્‍યક્ષ શ્રીમતી ભાનુબેન બાબરીયા (મંત્રીશ્રી, સામાજીક ન્‍યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્‍યાણ), તેમજ મુખ્‍ય અતિથિઓ શ્રી એમ. ડી. સાગઠીયાએ ટાઉન પ્‍લાનગર, રાજકોટ મહાનગરપાલિકા, શ્રી વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર, શ્રી રાજુભાઇ અઘેરા પૂર્વ કોર્પોરેટર, શ્રી રણજીતભાઇ સાગઠીયા કોર્પોરેટર, શ્રી બાબુભાઇ ડાભી, શ્રી મહેશભાઇ રાઠોડ, શ્રી દિનેશભાઇ પરમાર, શ્રી ગીરીશભાઇ પરમાર, શ્રી કે. કે. પરાર, શ્રી મનુભાઇ ધાધલ, શ્રી હિરેનભાઇ પરમાર, શ્રી અર્જુનભાઇ ગોહેલ (દાદા) આદ્યસ્‍થાપક, શિક્ષણ વિકાસ સેવા ટ્રસ્‍ટ, અમદાવાદ, રાજય કક્ષા જીવનસાથી પરિચય મહોત્‍સવ આયોજન સમિતિ, રાજકોટની સમિતિ શ્રી જગદીશભાઇ ભોજાણી-મુખ્‍ય આયોજક, શ્રી સી. કે. બાબરીયા, શ્રી શાંતિભાઇ સોલંકી, શ્રી કાશ્‍મીરાબેન રાઠોડ, શ્રી ગોવિંદભાઇ માવદિયા, શ્રી અનિલભાઇ પરમાર, શ્રી મોહનભાઇ પરમાર, રાજયકક્ષાની સમિતિના શ્રી ભગવાનજીભાઇ સોલંકી, સોમનાથ-મુખ્‍ય માર્ગદર્શક અને સંયોજક શ્રી રાજાભાઇ ચૌહાણ-અમદાવાદ, શ્રી મનિષભાઇ ગીગૈયા -અમદાવાદ, શ્રી ભુપતભાઇ ચૌહાણ-ગાંધીનગર, શ્રી હરિભાઇ ધુળા-જુનાગઢ, શ્રી રાજેશભાઇ ભજગોતર-વેરાવળ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લક્ષ્મી સોસાયટી કારોબારી સમિતિના શામજીભાઇ રાવલીયા, પ્રવિણભાઇ સોલંકી, પંકજ વિંઝૂડા, દિવ્‍યેશ રાઠોડ, નાથાલાલ ચિત્રોડા, મોહનભાઇ પરમાર, દેવજીભાઇ વાઢેર, સુકેતુ રાઠોડ, તેમજ કાર્યક્રમ વ્‍યવસ્‍થાપક સમિતિના શ્રી દામોદરભાઇ, યશવંત બાબરીયા, પરમ રાવલીયા, જેન્‍તી રાઠોડ, નારણ ચૌહાણ, જયરાજ ગોહીલ, રાજહંશ માકડીયા, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ તા. ૧૯ રવિવાર સવારે ૧૦-૩૦ કલાકે  સ્‍થળ : શ્રી લક્ષ્મી કો. ઓ. હાઉસીંગ સોસાયટી, નાનામવા રોડ, રાજકોટ (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:56 PM IST)