News of Friday, 17th May 2024
રાજકોટ સીટી પ્રાંત-૧ દ્વારા અનેક મુદ્દાઓ અંગે મીટીંગઃ તમામ કામો ઝડપી પૂર્ણ કરવા આદેશો

રાજકોટઃ રાજકોટ સીટી પ્રાંત-૧ના સ્ટાફની ચૂંટણી બાદ પ્રાંત અધિકારીશ્રી ડો.ચાંદની પરમારના અધ્યક્ષ સ્થાને સ્ટાફ મીટીંગનું આયોજન કરેલ હતું. જેમાં મુખ્ય મુદ્દાઓમાં આરએફએમએસમાં પેન્ડિંગ કાગળો, જમીનના બાકી પ્રકરણોની સમીક્ષા, આરટીઆઇની બાકી અરજીઓની સમીક્ષા, અશાંતધારાની બાકી અરજીઓનો નિકાલ, બાકી અપીલ કેસોની સમીક્ષા, નિયમિત ઇન્વર્ડ અને આઉટ વર્ડ વિગેરે મુદ્દાઓ આવરી જરૂરી સુચના અપાઇ હતી. અને ૧૦ દિવસમાં તમામ કામો પૂર્ણ કરી રીપોર્ટ કરવા પ્રાંત અધિકારીએ આદેશો કર્યા હતા.
(3:57 PM IST)










