News of Friday, 17th May 2024
રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસો.નો નવમાં વર્ષમાં પ્રવેશ : આગામી સમયમાં એકસ્પોનું આયોજન

રાજકોટ તા. ૧૭ : રાજકોટ પ્રોપર્ટી કન્સલટન્ટ એસોસીએશનના ૯ માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોની ગોષ્ઠી યોજવામાં આવી હતી.
જેમાં આગામી સમયમાં સંગઠનનું સૌરાષ્ટ્રમાં વિસ્તૃતીકરણ કરવા અને રાજકોટ ખાતે એક જબરદસ્ત એકસ્પોનું આયોજન કરવા અંગે વિચારણા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ થી કાર્યરત આ સંસ્થા છોડમાંથી વટવૃક્ષ બનવા તરફ આગળ વધી રહી છે. હાલ ૭૦ થી ૭૫ ની સભ્ય સંખ્યા ધરાવે છે. નાનામાં નાના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રોને એક પ્લેટ ફોર્મ પુરી પાડી તેનો બિઝનેશ ગ્રોથ થાય તેમજ બિલ્ડર મિત્રો અને પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો વચ્ચે કડીરૂપ બનવાનું કાર્ય આ સંગઠન કરે છે. હાલ સંસ્થા રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં કામ કરી રહી છે.
આ ગોષ્ઠી દરમિયાન નેશનલ એન્થમથી કમીટી મેમ્બર પ્રકાશભાઇ શાહે સૌને આવકાર્યા બાદ કમીટી મેમ્બરનું ઇન્ટ્રોડકશન શૈલેષભાઇ શાહે કરાવ્યુ હતુ.
સંસ્થાના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત સૌને સંસ્થાના વિસ્તૃતીકરણમાં સહયોગ બનવાના શપથ લેવડાવ્યા હતા.
પ્રમુખ અર્પિત શાહ અને વાઇસ પ્રેસીડેન્ટ જસ્મીનભાઇ શેઠ તેમજ ટ્રેઝરર નિરજભાઇ ખંભાતીએ પ્રાસંગીક પ્રવચન કરી સંગઠનને મજબુત બનાવવાની વાત કરી એસોસીએશનના નીતિ નિયમો વિષે જાણકારી આપી હતી.
એસોસીએશનમાં નવા જોડાયેલ મેમ્બર્સનું સ્થળ પર પર્સનલ બેઇઝ પહેરાવી તથા પર્સનલ કોર્પોરેટ ગીફટ આપી સન્માન કરાયુ હતુ.
કાર્યક્રમના અંતે સેક્રેટરી કેતન મહેતાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા તમામ કમીટી મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસીએશનના પ્રમુખ અર્પિતભાઇ શાહ (મો.૯૮૨૪૮ ૮૦૭૦૦), ઉપપ્રમુખ જસ્મીન શેઠ (મો.૯૨૨૭૮ ૪૪૩૮૭), સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નિરજ ખંભાતી, કમીટી મેમ્બર મુંજાલ ચૌહાણ, વિજય જાની, શૈલેષભાઇ શાહ, પ્રકાશ શાહ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:58 PM IST)










