News of Friday, 17th May 2024
'ચ'ભાઇની ચમક ચકાચક
'હરિને હાથતાળી' ગ્રંથનું વિમોચન : ત્રણ દાયકાની પ્રેરક સેવા-સફર : હિમાંશુ માંકડ એટલે પ્રેરણાનો ધોધ

રાજકોટ તા. ૧૬ : તા. ૯મી મે-૨૦ર૪ની સાંજે હેમુ ગઢવી મિની થીએટર સામાન્ય રીતે કોઇ પુસ્તકનો વિમોચન પ્રસંગ હોય તો એ નીરસ હોય છે. પણ અહીં આશ્ચર્ય સાથે નવો જ અનુભવ થયો. તમે હિમાંશુ માંકડનું નામ સાંભળ્યું છે ! નહિ ને ! પણ તમે 'ચ' ભાઇ-માંકડ કાકાનું નામ સાંભળ્યું જ હશે. સૌરાષ્ટ્ર-ગુજરાતના સૌ કોઇ સેવાભાવી સજજનો કે સમાજ સેવા કરતી સામાજીક સંસ્થાઓ જેને 'ચ' ભાઇ તરીકે ઓળખે છે એ હિમાંશુભાઇ માંકડ એટલે કે 'ચ' ભાઇ, એટલે કે માંકડ કાકા..
પોતાની દીકરીને હૃદયમાં કાણું છે અને કેટલાય ડોકટરો અને શહેરોની મુલાકાત છે.. મુંબઇ સુધી, વર્ષો પહેલા દીકરીની સારવાર માટે ખૂબ રઝળપાટ કર્યો. અંતે મુંબઇના ડોકટર દ્વારા સ્પષ્ટ નિદાન થયું કે દીકરીના હૃયમાં કાણું છે જ નહીં...! એ ઘટનાના અનુભવથી માંકડભાઇને આંખ (દૃષ્ટિ) આવી' (આપણી દેશી કહેવત છે માંકડને આંખ્યું આવી') દીકરીની બિમારીની આ ઘટનાથી 'ચ' ભાઇએ વિચાર્યુેં. કે મારા જેવાને બિમારીની કોઇ આવી આકસ્મિક ઘટનાથી કેટલુ સહન કરવું પડયું...! પણ અન્ય ગરીબ લોકોની શું સ્થિતિ થતી હશે? આ વિચારના જન્મ સાથે 'ચ' ભાઇએ રાજકોટની સરકારી હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલમાં સેવાયાત્રા શરૂ કરી. છેલ્લા ત્રણ-ત્રણ દાયકાઓથી અવિરત- નિરંતર- અખંડ આ સેવાયાત્રા આજે પણ શરૂ છે. જરૂરીયાતમંદ, અભણ ગામડાના દર્દીઓની સાથે સતત સેવારત માંકડકાકા ના અનુભવોને એક ગ્રંથનું રૂપ અપાયું તે ''હરિ ને હાથતાળી''
આ વિમોચન અવસરને કૈંક નવું રૂપ અનોખુ, અનોઠું અપૂર્વ બનાવ્યું જાણીતા યુવા કલાકાર હર્ષલ માંકડે કાર્યક્રમ સમયસર જ શરૂ થયો. પ્રારંભે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ત્રિવેદી સાહેબે પોતાનો હરખ અને 'ચ' ભાઇ સાથેનો નીજી અનુભવ હ્ય્દયમય ભાષામાં પ્રસ્તુત કર્યો. અને પછીનો સમગ્ર દોૈર દોસ્ત હર્ષલ માંકડ દ્વારા એવો તો જીવંત રીતે, સાહજીક રીતે, સહેજપણે કંટાળા વગર જે રીતે એક-એક ક્ષણ શ્રોતા સમક્ષ ખુલતી હતી કે શ્રોતાઓ ધન્ય થયાં. 'ચ'ભાઇનો પોૈત્ર દુલાર પોતાના દાદા(માંકડલાલ/'ચ' ભાઇ) ને આંગળી પકડીને રંગમંય લાવે છે. (કયારેક દુલાર દાદાની આંગળી પકડીને ચાલ્યો હશે) અને પોૈત્ર દુલાર માંકડ પોતાના દાદાને કેટલાક પ્રશ્નો પૂછે છે. અને આખુ દ્રશ્ય સોૈ ભાવિકોને ભીંજવી ગયું. અને એ ક્રમમાં પછી તો દિકરી, પુત્રવધુ, જમાઇ, મિત્ર, સાથી સેવક સોૈ કોઇ આ દ્રશ્યમાં સામેલ થતાં ગયાં અને ''સાચુકલુ નાટક'' અનુભવતા કોઇએ એવું હર્ષલ માંકડનું અફલાતુન સંકલન હતું. નાટકમાં તો પાત્રો હોય કાલ્પનિક હોય પણ અહીં ''નાટક'' ન્હોતુ ''વાસ્તવ'' હતું. સો ટકા સોના જેવું ''વાસ્તવ''.
આ બધી જ વાસ્તવિક સંવાદી ક્ષણો પછી હવે આવે છે. ગ્રંથ વિમોચનની નોખી-અનોખી ક્ષણ... કુમારી તારા માંકડની નૃત્ય વંદના થઇ ને એ કલાકાર તારા નૃત્ય કરતા-કરતા ત્વરીત સભાખંડમાં આવે છે અને સભાગૃહના છેડેથી એક પોથીયાત્રા કું.તારા સાથે જોડાય છે. આ પોથીયાત્રામાં સભાગૃહમાં બેઠેલા શ્રોતાઓ-ભાવકો (આ લખનાર સહિત) નું અભિવાદન ઝીલતા - ઝીલતાં રંગમંચ પર પહોંચે છે. અને પછી રંગ મંચે રહેલા 'ચ' ભાઇની સાથે સૌ મહાનુભાવોના વરદ હાથે 'હરિ ને હાથતાળી' ગ્રંથનું વિમોચન થાય છે. આ 'પોથીયાત્રા સાથે ગ્રંથયાત્રા' નો કલા વિચાર જિજ્ઞાસુ માંકડ પ્રેરિત હતો. અને અદ્ૂત પ્રસ્તુતિ વિરંચિ બૂચ અને સૌ. કલાકારોના સમુહ દ્વારા થઇ હતી.
આ અવસરે રાજકોટના કલા જગત, સાહિત્ય જગત અને શિક્ષણ તથા સેવા જગતના સર્વ મહાનુભાવોની હાજરી ધ્યાન ખેંચતી હતી. સમગ્ર વિમોચન અવસરને કલાના માધ્યમથી પ્રસ્તુત કરનાર જાણીતા યુવા કવિ, કલાકાર, દિગ્દર્શક હર્ષલ માંડકને લાખ-લાખ અભિનંદન... મિની થીએટર 'હાઉસ ફુલ' હતું અને કેટલાક શ્રોતાઓ - ભાવકો પગથીયે બેઠેલા હતાં. કોઇ પુસ્તકના વિમોચનમાં આવું દૃશ્ય આ લખનારે જોયું નથી...! અવસરને સફળતાના શિખરો લઇ જવામાં અનુરાગ માંકડ, નેહા માંકડ, ગ્રંથના સંપાદક પ્રણવ બક્ષી, ગ્રંથનો એક પ્રસંગ 'ચાર્મી બચી ગઇ' નું વાચિકમ્ 'પ્રસ્તુત કરનાર પ્રથા બક્ષી તેમજ આ ગ્રંથના પ્રસંગાનુરૂપ રેખા ચિત્રો દોરનાર મૌલિ બૂચ વગેરે સૌની કલા જહેમત દાદ માંગે તેવી હતી.
પ્રારંભે સંકલન-સંચાલન કરનાર 'ચ' ભાઇની પૌત્રી હુંફ માંકડ અને પૌત્ર દુલાર માંકડ પણ 'દાદા' નું નામ રોશન કરે તેવા છે. આ ગ્રંથના છત્રીસ પ્રસંગો વાંચકની આંખ ભીંજવનારા છે. 'સત્ય ઘટના' કરતા મને 'વાસ્તવ-અનુભૂત ઘટનાઓ કહેવી વધુ યોગ્ય લાગશે. નોંધનીય વાત તો એ છે કે આ પુસ્તક વેચાણની સઘળી આવક તથા 'જય સીયારામ, જય બાલાજી જય ગુરૂદેવ હોસ્પિટલ સેવા મંડળ ને અર્પણ થશે. 'ચ' ભાઇએ 'ફરતા-ફરતા હરિ' છે જે દર્દીનારાયણ અને દરીદ્રનારાયણ માટે સતત સીવીલ હોસ્પિટલ રાજકોટમાં વિચરણ કરતા રહે છ.ે એ 'નરરૂપ' 'હરિ' ને શત...શત...વંદન, અને 'હરિને હાથતાળી' ગંગારૂપ ગ્રંથને આવકાર...અસ્તુ
હાથ વગરનાને
હાથ આપ્યાં
એક બાળદર્દી ભરત. એના બંને હાથ કપાઇ ગયા. 'ચ' ભાઇ આ ભરતના ગામડે ગયા અને હાથ વગરના ભરતને અવેડા ઉપર ગાય - ભેંસની માફકત પાણી પીતા જોયો ! અને 'ચ' ભાઇની સંવેદના ઝંકૃત થઇ ઉઠી. એમણે જયપુર ફુટની માફક 'કૃત્રિમ હાથ' મળે કે કેમ ? એની પૂરા ભારતમાં તપાસ આદરી. મુંબઇમાં એ વ્યવસ્થા થઇ. બે કૃત્રિમ હાથના દાતા પણ 'ચ' ભાઇએ મેળવ્યા. અને મુંબઇમાં મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રીશ્રીના હાથે આ બાળ ભરતના બે કૃત્રિમ હાથની લોકાર્પણ વિધિ થઇ.
'ચ' ભાઇ એક એવા સાચા વૈષ્ણવજન છે જેને 'પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન (લેશ) ન આણિ રે' આ એવું મૌનસેવી વ્યકિતત્વ છે કે એ પદ્મશ્રી કે પદ્મભૂષણ કે વિભૂષણ માટે કયારેય પોતાની વાત ન જ મૂકે. પણ આપણને સમાજને કે નેતાઓને આવા 'ચ' ભાઇની અખંડ માનવસેવા કેમ દેખાતી નથી ???
(3:58 PM IST)










