News of Friday, 17th May 2024
ગુરૂપ્રસાદ ચોકના કેયુરભાઇએ તાલુકા પોલીસ સ્ટેશન પાસે ઝેર પીધું
મિલ્કતના વિવાદની રજૂઆત કર્યા બાદ પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૭: ગુરૂપ્રસાદ ચોક મેઇન રોડ પર રહેતાં કેયુરભાઇ વિનોદભાઇ વેકરીયા (ઉ.વ.૩૫) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનના પાર્કિંગ પાસે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. કેયુરભાઇને એક બહેન છે અને પોતે કીચનવેરનું કારખાનુ ધરાવે છે. બસ સ્ટેશન પાછળ ઓફિસ પણ છે. સંતાનમાં એક પુત્રી છે. પિતા સાથે હક્ક હિસ્સા બાબતે મનદુઃખ ચાલતું હોઇ તેમાં રજૂઆતો કરવા છતાં નિવેડો આવતો ન હોઇ આજે પોલીસને ફરી રજૂઆત કરવા આવ્યો હતો અને રજૂઆત કરી બહાર નીકળ્યા બાદ ટેન્શનમાં આવી દવા પી લીધાનું જણાવાયું હતું. એએસઆઇ અલ્પાબેને જરૂરી કાર્યવાહી કરી હતી.
(4:04 PM IST)










