News of Friday, 17th May 2024
જામનગર રોડ સાંઢિયા પુલના ડાઇવર્ઝન પ્રશ્ને તંત્રએ યોગ્ય રસ્તો કાઢવો જોઇએ
રાજકોટના એડવોકેટ સંજયભાઇ વ્યાસનું પ્રેરક સુચન

રાજકોટ તા.૧૭: જામનગર રોડ ઉપર ના સાઢિંયા પુલ નવા પુલ ના નિર્માણ માટે બંધ કરવા નું જાહેરનામું બાર પડવાનું છે તેવા સંજોગો માં જ્યાં રોજ ના લાખો ની સંખ્યા માં વાહનો ની અવર જવર છે તે વાહનો ને પોલીસ પેટ્રોલ પંપ થી ભોમેશ્વર પ્લોટ નું ડાઈવર્જન ચાલુ થશે તેમાં ડાયવર્ટ કરવામાં આવશે. તે રૂટ માં રેલવે નું ફાટક આવેલું છે અને દિવસ માં ૧૦ થી ૧૨ વખત ગાડી ની અવર જવર ને લીધે તે ખોલ - બંધ થાય છે ત્યારે મોટો ટ્રાફિક જામ થશે જ અને તે રહેઠાણ/દુકાનો નો પણ વિસ્તાર છે અને રોડ પણ ઘણોજ સાંકળો છે.
ઉપરોકત સંજોગો માં આ રૂટ ઉપર જાહેરનામું બાર પડે તેમા જ ભારે વાહનો બસ, ટ્રક, ડમ્પર, ટ્રેકટર વિગેર નો પ્રવેશ બંધ કરવો જરૂરી છે. તેમ એડવોકેટ સંજયભાઇ વ્યાસે જણાવેલ છે. પુલ બનતા ૩ વર્ષ નો સમય લાગશે તેવા સંજોગો માં વૈકલ્પિક વ્યવસ્થા પણ કોર્પોરેશને વિચારવી જોઇએ. રેલનગર- પોપટપરામાંથી ટ્રફિક ડાઇવર્ટ કરાશે તો પણ પ્રશ્નો તો ઉભા થશે જ. આ કામગીરી ત્રણ વર્ષ ચાલે તેમ હોય તંત્રએ લોકોને તકલીફ ન પડે તેવું આયોજન કરવું જોઇએ.
(4:05 PM IST)










