<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ટીપરવાનમાં કોથળા ટીંગાળતા ૪ કોન્‍ટ્રાકટરોને ૨૦ હજારનો દંડ

મનપાએ ખુદના જ તંત્રને દંડ ફટકારીને ખરી સફાઇ આદરી જાહેરમાં કચરો ફેંકતા ૧૨ સફાઇ કામદારો તથા પાન - ફાકીની પીચકારી મારતા ૧૮૦ વ્‍યકિત CCTVમાં કેદ : ૩ કિલો પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક જપ્‍ત


રાજકોટ તા. ૧૭ : ‘સ્‍વચ્‍છતા હી સેવા'ᅠઅભિયાન અંતર્ગતᅠICCC (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) દ્વારા,ᅠછેલ્લા ૭ સાત દિવસમાં ૬૫ વ્‍યક્‍તિને થૂકતા અને ૪ વ્‍યક્‍તિને કચરો જાહેરમાં ફેકતા અને છેલ્લા ૧૫ પંદર દિવસમાં ૧૧૫ વ્‍યક્‍તિ થૂકતા અને ૬ વ્‍યક્‍તિને કચરો જાહેરમાં ફેકતાᅠતેઓને ઈ-ચલણ દ્વારા દંડ કરાયો.

રાજકોટ શહેરમાંᅠસફાઇ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્‍લાસ્‍ટીક મુકત કરવા,ᅠસફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર દ્વારા ન્‍યુસન્‍સ પોઈન્‍ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરનારા, જાહેરમાં ન્‍યુસન્‍સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારનેᅠ સીસીટીવી કેમેરાના માધ્‍યમ દ્વારા ઝડપીᅠᅠલઇ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે,

જે અંતર્ગત તા.૧૦ મેᅠથી તા. ૧૭ મે સુધીમાં ૬૫ વ્‍યક્‍તિને થૂકતા અને ૪ વ્‍યક્‍તિનેᅠજાહેરમા કચરો ફેક્‍તાᅠઈ-મેમો આપેલ તેમજ જાહેરમાં કચરો ફેકતા ૫ સફાઈ કામદારને ૧૦૦૦ દંડ જાહેરમાં કચરો ફેકતા ૧૧ ને ૩૭૫૦ દંડ કરવામાં આવેલ તેમજ ટીપરવાનમાં કચરા ની બેગ ટિંગાળવા બદલ ૪ ટીપરના કોન્‍ટ્રાકટરને ૨૦૦૦૦ દંડ કરેલ,ᅠᅠઆ ઉપરાંતᅠપ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરનારાᅠ૩ આસામીઓને ૭૫૦ દંડ કરવામાં આવેલ હતો. ᅠ

આજ રીતે તા. ૨ મે થી તા.૧૭ મે સુધીમાંᅠ૧૧૫ વ્‍યક્‍તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતાᅠતેમજ ૬ વ્‍યક્‍તિને જાહેરમા કચરો ફેક્‍તાᅠઈ-મેમો આપેલ. આ ઉપરાંતᅠજાહેરમાં કચરો ફેકતા ૧૨ સફાઈ કામદારને ૧૯૦૦ દંડ જાહેરમાં કચરો ફેકતા ૨૧ ને રૂબરૂ અંદાજે રૂપિયા ૮૯૫૦ દંડ કરવામાં આવેલ,ᅠતેમજ ટીપરવાનમાં કચરાની બેગ ટિંગાળવા બદલ ૪ ટીપરનાᅠ કોન્‍ટ્રાકટર ને ૨૦૦૦૦ દંડ કરેલ આ ઉપરાંતᅠપ્રતિબંધિત પ્‍લાસ્‍ટીક વાપરનારા ૪ᅠઆસામીઓને ૧૨૫૦ દંડ કરવામાં આવેલ હતો.

કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટરના કુલ ૧૦૦૦ કેમેરા દ્વારા,ᅠᅠછેલ્લા ૧૫ દિવસમાંᅠસોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાની સફાઈ બાબતની ૧૬૨ ફરિયાદો સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્‍તારના સેનીટરી ઇન્‍સ્‍પેકટર પાસેથી મેળવી ૨૪ કલાકમાં ફરિયાદનુ નિવારણ કરવામાં આવેલ.

ઉપરોકત કામગિરી  મ્‍યુનિ.ᅠકમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ,ᅠકમાંડએન્‍ડ કંટ્રોલ સેન્‍ટરનાᅠનોડલ ઓફિસર વત્‍સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્‍ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

મહાનગરપાલિકા દ્વારા પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ (એમેન્‍ડમેન્‍ટ) રૂલ્‍સ-૨૦૨૧ અન્‍વયે ત્રણેય ઝોન વિસ્‍તાર અલગ અલગ મુખ્‍ય માર્ગો પર સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૧૬ના ત્રણેય ઝોનમાંથી કુલ ૬૫ આસામીઓ પાસેથી ૩.૬૨૫ કી.ગ્રા. પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૧૬૩૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

ઉપરોક્‍ત કામગીરી મ્‍યુનિસિપલ કમિશનર આનંદ પટેલની સુચના અને નાયબ મ્‍યુનિસિપલ કમિશનર સ્‍વપ્‍નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર -- સેનીટેશન ઓફિસરᅠહાજરીમાં સેનેટરી ઇન્‍સ્‍પેકટર - સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર દ્વારા કરવામાં આવેલ.

(4:21 PM IST)