News of Friday, 17th May 2024
હોસ્પિટલના કામથી અમદાવાદ જાઓ છો ? રઘુવંશીઓ માટે રહેવાની વિનામૂલ્યે વ્યવસ્થા
સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પાટણના રઘુવંશી અગ્રણી અને વિલાજ ગ્રુપના ચેરમેન લાલેશભાઇ ઠક્કર દ્વારા એરીસ્ટો રીસોર્ટ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે દર્દીના સગાઓ માટે ફ્રી રૂમની વ્યવસ્થાઃ રૂમ મેળવવા માટે મો. ૭પ૭પ૦ ૦રરર૮: આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી

રાજકોટ, તા., ૧૭: ગુજરાતની નામાંકીત મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલો અમદાવાદ ખાતે આવેલ હોય કે પછી ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે પણ હોસ્પીટલોના કામથી સૌરાષ્ટ્ર-ગુજરાતના દર્દીઓને પોતાના સગા સાથે સમયાંતરે જવાનું થતું હોય છે.
હોસ્પીટલના કામથી અમદાવાદ-ગાંધીનગર ખાતે દર્દીઓની સાથે જતા સગા-વ્હાલાઓ માટે (માત્ર રઘુવંશીઓ) કયારેક અચાનક રાત્રી રોકાણ કરવાનું થતું હોય છે. આ માટે પાટણના રઘુવંશી અગ્રણી અને વિલાજ ગ્રુપના ચેરમેન શ્રી લાલેશભાઇ ઠક્કર દ્વારા એરીસ્ટો રીસોર્ટ એન્ડ કલબ, નિરમા યુનિવર્સિટી સામે, મોદી સંકુલની બાજુમાં એસ જી હાઇવે અમદાવાદ ખાતે વિનામુલ્યે રહેવાની સગવડ કરવામાં આવી છે. રૂમ મેળવવા માટે મો.નં. ૭પ૭પ૦ ૦રરર૮ ઉપર ઓફીસ ટાઇમ દરમ્યાન સંપર્ક કરી શકાય છે. દર્દીની સાથે રહેલા રઘુવંશીઓએ પોતાનું આધારકાર્ડ સાથે રાખવુ જરુરી છે. સમાજસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડનાર પાટણના રઘુવંશી અગ્રણીશ્રી લાલેશભાઇ ઠક્કરે અકિલાને જણાવ્યું હતું કે રઘુવંશી સમાજના વધુમાં વધુ લોકો આ સેવાયજ્ઞનો લાભ લે તે ઇચ્છનીય છે.
શ્રી લાલેશભાઇ ઠક્કર
મો. ૯૯૦૯૩ ૧૪૪૪ર
(4:18 PM IST)










