News of Friday, 17th May 2024
ઘનશ્યામનગરના મનસુખભાઇ જોટંગીયાનું હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ તા. ૧૭: હૃદય બેસી જવાની વધુ એક ઘટના બની છે. જેમાં કોઠારીયા રોડ પર ઘનશ્યામનગર મેઇન રોડ પર આંબેડકરનગરના ગેઇટ પાસે રહેતાં મનસુખભાઇ હરિભાઇ જોટંગીયા (ઉ.વ.૫૪) ઘરે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર મનસુખભાઇ બે ભાઇમાં મોટા હતાં અને કલર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણાએ ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
(4:39 PM IST)










