News of Friday, 17th May 2024
કણકોટ મતગણત્રી કેન્દ્ર ખાતે સીટી પ્રાંત-૧ દ્વારા ચેકીંગ : સુરક્ષા સહિતની તમામ બાબતોનું રિવ્યુ

રાજકોટ : રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ કણકોટ એન્જીનિયરીંગ મતગણત્રી કેન્દ્ર ખાતે સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા આજે તમામ બાબતોનું ચેકીંગ કરાયું હતું. સુરક્ષા - ફાયર - મેડીકલ ટીમ - થ્રી લેયર સુરક્ષા - હાજરીપત્રક સહિત તમામ બાબતોનો રિવ્યુ કરાયો હતો, દરેક સ્ટ્રોંગરૂમ - તમામ ગેઇટ તથા અન્ય બાબતોનું પણ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ અપાઇ હતી
(4:41 PM IST)










