News of Friday, 17th May 2024
આઇશ્રી ખોડીયાર મંદિર સેવકગણ પરિવાર દ્વારા રવિવારે ૧૦ દીકરીઓના સમુહલગ્નઃ રકતદાન કેમ્પ

રાજકોટ : આઇશ્રી ખોડીયાર મંદિર (૧૦-કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ) દ્વારા માતાજીના સાનીધ્યમાં ૧૦ દિકરીઓના ર૯મો સર્વજ્ઞાતિ સમુહ લગ્નમહોત્સવનું આયોજન તા. ૧૯ ના રવિવારે કરેલ છે.
તેમાં નવવધુને ર૦૦ થી વધારે કરીયાવરની ચીજવસ્તુઓ આપવામાં આવશે.
આ સમુહલગ્નમાં ર૦૦ થી વધુ કરીયાવરની ચીજ વસ્તુઓ આપવામાં આવશે. સાંજે ભોજન પ્રસાદ રાખેલ છે.
આ પ્રસંગે નાથાણી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સાંજે પ થી ૮ કરેલ છે.
આયોજનમાં કુ. ગોપી પરસોતમભાઇ દોંગા, આકાશ પરસોતમભાઇ દોંગા, શ્રી કિશોરભાઇ એમ. લીંબાસીયા, શ્રી અશ્વિનભાઇ બી. રામાણી, શ્રી જયસુખભાઇ પટોળીયા, શ્રી દામજીભાઇ વેકરીયા, શ્રી હિતેષભાઇ આસોદરીયા, શ્રી ગોબરભાઇ કે. દોંગા, શ્રી સુરેશભાઇ કોટડીયા, શ્રી રાજેશભાઇ બી. દોંગા, શ્રી નાથાભાઇ બી. ટીંબડીયા, શ્રી ગીરધરભાઇ રૈયાણી, શ્રી રમેશભાઇ વિરડીયા, શ્રી ધર્મેશભાઇ એલ. દોંગા, શ્રી નીરવભાઇ પાટડીયા, શ્રી હરેશભાઇ મોણપરા જોડાયા છે.
સમુહ લગ્ન સ્થળ : લકકી રાજ પાર્ટી પ્લોટ, ભાવનગર, હાઇવે, આજી ડેમથી આગળ, માંડા ડુંગર પાસે, રાજકોટ વધુ માહિતી માટે શ્રી પરસોતમભાઇ એન. દોંગા ૯૮ર૪ર ૮૩૧૮૪, શ્રી મોહનભાઇ ડી. ગોહેલ ૯૪ર૭૪ ૯પ૯ર૬,
તસ્વીરમાં શ્રી પરસોતમભાઇ એન. દોંગા, શ્રી મોહનભાઇ ડી. ગોહેલ, શ્રી હરેશભાઇ કે. મોણપરા, શ્રી ધર્મેન્દ્રભાઇ જે. ગરાચ, નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:42 PM IST)










