News of Sunday, 19th May 2024
શકિતસિંહજી ગોહિલ આજે-કાલે રાજકોટમાં
સાંજે પડધરીમાં ભાવાંજલી કાર્યક્રમમાં હાજરી, કાલે સંવાદ બેઠક

રાજકોટઃ રાજયસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી શકિતસિંહજી ગોહીલ આજે અને આવતીકાલે બે દિવસ રાજકોટમાં છે. તેઓનો કાર્યક્રમ આ મુજબ છે.
તેઓનુ આજે સાંજે ૫:૨૫ કલાક દિલ્હીથી રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થશે. સાંજે ૬:૩૦ કલાકે વિશાલ લલીતભાઇ કગથરાની પાંચમી પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સ્મૃતિ તથા ભાવાંજલિના કાર્યક્રમમાં રાહીલ ફોમ પ્રા.લી. ખામટા બસ સ્ટોપ સામે, જામનગર રોડ, દેપાળીયા પડધરી જી.રાજકોટ ખાતે હાજરી આપશે.
જયારે તા.૧૯ રવિવાર સવારે ૧૧ કલાકે રાજકોટ શહેર તથા જીલ્લાના કોંગ્રેસ પરિવારના સાથીઓ સાથે સંવાદ બેઠક નાગર બોર્ડિંગ, વિરાણી સ્કુલ સામે, ટાગોર માર્ગ ખાતે કરશે. બપોરે ૧ થી સાંજે પ સુધી પૂર્વ નિર્ધારીત મુલાકાતો કરનાર છે.
( IST)










