<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

રાજકોટમાં સૂર્યદેવ આગબબુલા ૪૪ ડિગ્રીઃ લોકો ત્રાહિમામ

 

રાજકોટઃ શહેરમાં સૂર્યદેવનો મિજાજ આકરા પાણીએ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી આકરા તાપ સાથે અસહ્ય બફારાનો પણ અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન આજે તો બપોરના ૨:૩૦ વાગ્‍યે જ તાપમાન નો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે.

આકરા તાપ વચ્‍ચે શહેરીજનો અકળાયા છે. ઘર, ઓફિસો, દુકાનોમાં એસી, પંખા, કુલર સતત ફરતા જોવા મળે છે. તડકાથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા જોવા મળે છે. તો પશુ પંખીઓ  ની હાલત પણ દયનિય બની છે. દરમીયાન આજે રાજકોટમાં સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાશે. ૪૪ ડિગ્રી તાપમાન વચ્‍ચે ૨૪ કિ. મી. ની ઝડપે ગરમ લુ ફૂંકાઈ રહી છે.

( IST)