<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

બહુમાળી ખાતે દાખલા માટે હવે ટોકન સિસ્‍ટમ : વધુ બે બારી ખોલાઇ : કલેકટર તંત્રનું ચેકીંગ : બે સ્‍થળે અરજીની ચકાસણી થશે

મંડપ - છાયડો - પાણી - છાશની વ્‍યવસ્‍થા કરાઇ : સીટી પ્રાંત-૩ દ્વારા મોનીટરીંગ

 

રાજકોટ તા. ૧૮ : વર્તમાન સમયમાં ચાલી રહેલી સરકારી નોકરીની ભરતી તથા નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવા માટે જરૂરી એવા વિવિધ ૩૮૮ પ્રમાણપત્રોની ચકાસણી ૧૭ મે-૨૦૨૪ સુધીમાં જિલ્લા નાયબ નિયામક વિકસતિ જાતિની કચેરી બહુમાળી ભવન, રાજકોટ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં રાજકોટ ગ્રામ્‍યના પ્રાંત અધિકારી શ્રી વિમલ ચક્રવર્તીએ જણાવ્‍યું હતું કે, જુદી-જુદી સરકારી નોકરીની ભરતી તથા શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં જરૂર પડતા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના દાખલા, આર્થિક રીતે પછાત વર્ગના દાખલા, લઘુમતી જાતિના દાખલા, વિચરતી-વિમુક્‍ત જાતિના દાખલા, નોન-ક્રિમી લેયર અંગેના પ્રમાણપત્રો (ગુજરાત સરકાર માટે) અને એડમિશનની પ્રક્રિયામાં જરૂરી વિકસતિ જાતિ અંગેના પ્રમાણપત્રો આપવાની હાલ કામગીરી ચાલી રહી છે.

આ પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનો ધસારો હોવાથી આ પ્રકારની તમામ અરજીઓના સત્‍વરે નિકાલ માટે સવારે ૦૯-૩૦ વાગ્‍યાથી ટોકન વિતરણ વ્‍યવસ્‍થા લાગુ કરવામાં આવેલ છે. તેમજ વધુ બે કોમ્‍પ્‍યુટર સીસ્‍ટમ તથા કોમ્‍પ્‍યુટર ઓપરેટર પણ મુકવામાં આવેલ છે.

શ્રી ચક્રવર્તીએ ઉમેર્યું હતું કે અરજદારશ્રીઓને વધુ સગવડ મળી રહે તથા અરજીઓનો ઝડપથી નિકાલ થાય, તે માટે જનસેવા કેન્‍દ્ર, બહુમાળી ભવન (જિલ્લા સેવા સદન-૨)માં આવેલ ગુજરાત રાજ્‍ય કર્મચારી મહામંડળ તથા શરાફી સહકારી મંડળીની જગ્‍યામાં અરજીઓની ચકાસણી માટે અલગથી કાઉન્‍ટર આવતી કાલથી કાર્યરત કરવામાં આવશે. જેના માટે અલગથી છાંયડાની વ્‍યવસ્‍થા તેમજ અરજદારો અને તેમના અભિભાવકો માટે પાણી તથા છાશની વ્‍યવસ્‍થા પણ અલગથી કરવામાં આવનાર છે. ઉપરાંત, શહેરી વિસ્‍તારના નાગરિકો માટે નોન-ક્રિમી લેયર અંગેના પ્રમાણપત્રો (ગુજરાત સરકાર માટે) મેળવવાની સુવિધા સબંધિત મામલતદાર કચેરી, રાજકોટ શહેર-પૂર્વ, પヘમિ તથા દક્ષિણ ખાતે પણ ઉપલબ્‍ધ છે, જેની સંબંધિત અરજદારોને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.

( IST)