News of Sunday, 19th May 2024
આત્મીય યુનિવર્સિટીમાં જીવન વિદ્યા પરિચય શિબિરઃ ૧ થી ૮ જુન સુધી આયોજન
મધ્યસ્થ દર્શન સહ-અસ્તિત્વવાદએ નાગરાજજી દ્વારા પ્રતિપાદિત : દિવ્યપથ સંસ્થાન, અમરકંટકનાં સોમદેવ ત્યાગીજી અને આત્મિય યુનિવર્સિટી સીવીએમએસ ટીમના સભ્યો સમગ્ર શિબિરનું સંચાલન કરશેઃ નામ નોંધણી

રાજકોટઃ ‘આત્મીય ગ્રુપ ઓફ ઇન્સ્ટિટયૂશન' અને તેની સંલગ્ન સંસ્થાઓમાં મૂલ્ય આધારિત શિક્ષણ હમેશા કેન્દ્ર સ્થાને રહ્યું છે, અહિ વ્યાવસાયિક શિક્ષા સાથે વિદ્યાર્થીઓ મૂલ્ય શિક્ષા પણ પ્રાપ્ત કરી શકે એ હેતુથી જીવન વિદ્યા ની સમજ ૨૦૧૪ થી તેઓને આપવામાં આવે છે તેમજ આત્મીય ઇન્સ્ટીટયુટમાં થતી જીવન વિદ્યાની શિબિરોને વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, જીવનવિદ્યા શિબિરનો લાભ લેતા હોવાનું યાદીમાં જણાવાયું છે.
જીવનવિદ્યાએ માનવજીવનના આધ્યાત્મિક, બૌદ્ધિક, સામાજિક, ભૌતિક એમ દરેક આયામોને સ્પર્શતું તત્વજ્ઞાન છે. જે વ્યવહારિક, તાર્કિક, ભાષા શૈલી દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જીવન વિદ્યા શિબિરમાં વ્યક્તિ, પરિવાર, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્ર સહિતના મુદ્દાઓની ચર્ચાઓ થતી હોય છે. આ મુદ્દાઓ પ્રસ્તાવ ના માધ્યમથી લોકો સમક્ષ મુકવામાં આવે છે અને તેની વિષય વસ્તુ સાર્વભૌમિક હોવાથી શિબિરમાં ભાગ લેતા દરેક વર્ગને સરખી રીતે સ્વીકાર્ય બને છે. જીવન વિદ્યા શિબિર કોઈ ઉપદેશ કે વ્યાખ્યાનનો કાર્યક્રમ નહીં પરંતુ વસુધૈવ કુટુંબક્મને સાકાર કરવા માટેનું એક પગથિયું હોવાનું જણાવાયું છે.
આ શિબિર રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં યોજાશ. ે દિવ્યપથ સંસ્થાન, અમરકંટક તરફથી શ્રી. સોમદેવ ત્યાગીજી આ શિબિરનું પ્રબોધન કરશે. તેઓ છેલ્લા બે દાયકાથી મધ્યસ્થ દર્શનનાં વિદ્યાર્થી અને સાધક છે. તેમણે સમગ્ર દેશમાં ૨૦૦ થી પણ વધારે ૭ દિવસીય શિબિર કરેલી છે. તેઓએ એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ છે તેમજ ટાટા નેલ્કો જેવીએમએનસી કંપની સાથે કામ કરેલ છે. તેમજ આત્મિય યુનિવર્સિટી તરફથી સીવીએમએસ સેલનાં સભ્યો આ સમગ્ર શિબિરનું સંચાલન કરશે.
આ શિબિરનો વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, ડોકટર, વકીલ, સી.એ. વગેરે બધા જ લઈ શકે છે તેમજ નવી એજ્યુકેશન પોલિસીમાં શિક્ષકોને ફેકલ્ટી ેડેવલોપમેન્ટમાં પણ ઉપયોગી હોવાનું જણાવાયું છે. તારીખ ૧ થી ૮ જૂન દરમિયાન આત્મીય યુનિવર્સિટીનાં સ્ટેપ ઓડીટોરીયમમાં જીવન વિદ્યા શિબિર નિઃશુલ્ક સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન રહેશે. આ શિબિરમાં જોડાવા મો.ે ૮૪૬૦૦૧૩૭૮૫ / ૯૮૭૯૩૭૨૨૬૯ રજીસ્ટ્રેશન કરાવી લેવુેં અથવા આત્મીય યુનિવર્સિટી, સીવીએમએસ ડિપાર્ટમેન્ટનો સંપર્ક પણ કરી શકાય છે.
( IST)










