<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સગપણ તોડી નખાતાં ભારતીબેનને જીવતા સળગાવી દેનાર બગસરાનો રવિ સોલંકી કલાકોમાં પકડાયો

જામનગર રોડ સ્‍લમ ક્‍વાર્ટરના મહિલાની ફરિયાદ પરથી હત્‍યાની કોશિષો ગુનો દાખલ થયો હતોઃ પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાત, પીએસઆઇ બી. વી. ચુડાસમાની ટીમે લક્ષ્મીનગર નજીકથી દબોચી લીધોઃ વધુ એકાદની સંડોવણીની શંકા એએસઆઇ સી. એમ. ચાવડા, અંકિતભાઇ નિમાવત, હર્ષરાજસિંહ જાડેજાની બાતમી સગપણ તોડી નાખી દગાખોરી થતાં ગુસ્‍સો ચડતાં પેટ્રોલ છાંટી આગ લગાડી દીધાનું રટણ

રાજકોટ તા. ૨૧: શહેરના જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં ભારતીબેન રાજેશભાઇ પરમાર (ઉ.વ.૫૦) નામના મહિલાએ ચાર મહિના પહેલા પોતાની દિકરી મધુનું બગસરાના યુવાન રવિ સાથે સગપણ નક્કી કર્યુ હોઇ પણ રવિ કંઇ કામધંધો કરતો ન હોવાની ખબર પડતાં બે મહિના પહેલા સગપણ તોડી નાખ્‍યું હતું. આ કારણે રોષે ભરાયેલા રવિએ ભારતીબેન પર રવિવારે  મોડી રાતે પેટ્રોલ છાંટી આગ ચાંપી જીવતા સળગાવી દેતાં હત્‍યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. પ્ર.નગર પોલીસે કલાકોમાં આ ગુનાના આરોપીને દબોચી લઇ વિશેષ પુછતાછ હાથ ધરી છે. તેની મદદગારીમાં અન્‍ય કોઇ સામેલ હોવાની શંકાએ તપાસ યથાવત રખાી છે.

પ્ર.નગર પોલીસે આ ગુનામાં રવિ વજુભાઇ સોલંકી (ઉ.વ.૩૫-રહે. અમરાપરા લાતી બજાર પાસે બગસરા)ને લક્ષ્મીનગર નાલા પાસેથી એએસઆઇ ચેતનભાઇ એમ. ચાવડા, કોન્‍સ. અંકિતભાઇ નિમાવત અને હર્ષરાજસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લીધો છે. બે મહિના પહેલા સગપણ ફોક કરી નખાયા બાદ રવિ સતત મધુ અને તેના માતા ભારતીબેનને ફોન કરીને અને રૂબરૂ આવીને હેરાન કરી મારી નાખવાની ધમકી આપતો હતો. રવિવારે રાતે પણ ફોન કરી મા-દિકરીને મારી નાખવાની ધમકી આપ્‍યા બાદ એક વખત ડેલી ખખડાવી ભાગી ગયા બાદ ફરીથી મોડી રાતે આવી બારીમાંથી પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દેતાં બારી નજીક જ સુતેલા મહિલા બંને પગ, પેટ, ગુપ્‍તભાગે ગંભીર રીતે દાઝી જતાં હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસે હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો હતો.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની સુચના અનુસાર પ્ર.નગર પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ સી. એમ. ચાવડા, હેડકોન્‍સ. ધર્મેશભાઇ ડાંગર, કોન્‍સ. અંકિતભાઇ નિમાવત, હર્ષરાજસિંહ જાડેજા, તુલસીભાઇ ચુડાસમા, ઇમરાનભાઇ ચુડાસમા, જયેન્‍દ્રસિંહ પ       રમાર, ધર્મેશભાઇ મોણપરા અને પ્રતિકસિંહ રાઠોડે આરોપીને કલાકોમાં ઝડપી લીધો છે. વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ થશે. આરોપી સાથે અન્‍ય કોઇની સંડોવણીની શંકાએ તપાસ યથાવત રખાઇ છે. પ્રાથમિક પુછતાછમાં રવિએ રટણ કર્યુ હતું હતું કે સગપણ તોડી નાખી દગાખોરી કરવામાં આવતં ગુસ્‍સો ચડતાં આમ કર્યુ હતું.

(11:41 AM IST)