<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

દબાણકારો સામે કલેકટરનું ઓપરેશન શરૂ લોધીકામાં ૧૫ કરોડની ૨ એકર જમીન ખૂલ્લી

રૂરલ પ્રાંત વિમલ ચક્રવર્તી - મામલતદાર ઝાલા દ્વારા કાર્યવાહી : ફેન્‍સીંગ બે પાકા મકાનો તોડી પડાયા

લોધીકાના રાવકીમાં ૧૫ કરોડની જમીન ઉપર ઉભા થઇ ગયેલા દબાણો આજે તંત્ર દ્વારા દૂર કરાયા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૨૧ : આખરે રાજકોટ કલેકટર દ્વારા દબાણકારો સામે આજથી ઓપરેશન શરૂ કરાયું છે, લોધીકાના રાવકીમાં ૧૫ કરોડની ૨ એકર જગ્‍યા ખુલી કરાવાઇ હતી, સીટી પ્રાંત-૩ શ્રી વિમલ ચક્રવર્તી, લોધીકા મામલતદાર શ્રી ઝાલા અને તેમની ટીમે પોલીસ - વીજતંત્રને સાથે રાખી સવારે ૧૧ વાગ્‍યે ૨ એકર જગ્‍યામાં ઉભી કરી લેવાયેલ ફેન્‍સીંગ અને બે પાકા મકાન ઉપર બૂલડોઝર ફેરવી દઇ ૧૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

લોધીકા તાલુકાના રાવકી ગામના રાવકી માખાવડ રોડ ઉપર ફરગ્‍યુશન કારખાના સામે આવેલ સરકારી ખરાબાની સર્વે નં. ૬૪૫ની અંદાજે ૨ એકર જેટલી અંદાજે ૧૫ કરોડની જમીનમાંથી દબાણ દૂર કરી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો હતો.

બીજી બાજુ રાજકોટમાં બે મામલતદાર પણ દબાણો દૂર કરવા અંગે નોટીસો ફટકારાઇ છે, અને આવતા અઠવાડિયે દબાણો દૂર કરી કરોડોની જમીન ખૂલ્લી કરાવાશે.(

(2:58 PM IST)