News of Tuesday, 21st May 2024
પટેલ ગૃહ ઉદ્યોગમાંથી બીન આરોગ્યપ્રદ અ...ધ...ધ ૨૦ હજાર કિલો પપૈયાના જથ્થાનો નાશ
મનપાની ફૂડ શાખા કોઠારીયા રિંગ રોડ પર ત્રાટકી તપાસ દરમિયાન વિવિધ કલેવરના સિન્થેટીક કલરનો ઉપયોગ કરીને ટૂટી-ફૂટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં: ઉત્પાદન સ્થળે ખુલ્લામાં પ્રોસેસિંગ થતું જોવા મળ્યું : ખાદ્યચીજોનું સ્ટોરેજ અનહાઇજેનિક કન્ડિશન સ્થળ પર ધૂળ ચૌકાશ અને કરોળિયાના જાળા જોવા મળેલ, રો-મટિરિયલ માટે કાચો માલ-કાચા પપૈયાંના કટકા કરીને જમીન પર રાખેલ જોવા મળ્યાઃ ટુટીફુટી સહિત ૪ નમૂના લેવા

રાજકોટ તા .૨૧ : મનપાની ફુડ શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં આવેલ ખાણીપીણીના ઉત્પાદકો તથા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જે અન્વયે શહેરના કોઠારીયા રિંગ રોડ પર વિવિધ ફલેવરને સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને ટુટીફુટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણકર્તા પટેલ મહિલા ગૃહ ઉદ્યોગોમાં ફરીયાદના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવતા અનહાઈજેનીક કાચા પપૈયા સહિત કુલ ૨૦ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સાથે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા, ફૂડ સેફટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફૂડ સેફટી ઓફિસર કે.જે.સરવૈયા, ફૂડ સેફટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફૂડ સેફટી ઓફિસર આર.આર.પરમાર સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ખોખડદડી નદીના કાંઠે, કોઠારીયા રિંગ રોડ, નેશનલ હાઇ વે-૮B, ઓમ ઇન્ડ. એરીયા, રાજકોટ મુકામે આવેલ જયેશભાઇ પરસોતમભાઇ સાવલીયાની માલિકી પેઢી ઙ્કપટેલ મહિલા ગૃહ ઉદ્યોગઙ્ખ ની સ્થળ તપાસ કરવામાં આવેલ. સદરહુ પેઢીમાં વિવિધ ફલેવરની સિન્થેટીક કલરનો ઉપયોગ કરીને ટૂટી-ફ્રૂટી તેમજ જેલીનું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું માલૂમ પડેલ, સદરહુ પેઢીની સ્થળ તપાસ દરમિયાન નીચે મુજબની ખામીઓ જોવા મળેલ (૧)ઉત્પાદન સ્થળે ખુલ્લામાં પ્રોસેસિંગ થતું જોવા મળેલ, જેમાં છાપરા, ફલોરિંગ તથા ઉપયોગમાં લેવાતો ટાંકો ગંદકી યુકત તથા તૂટેલી હાલતમાં જોવા મળેલ (૨)સંગ્રહ કરેલ કાચો માલ તથા તૈયાર કરેલ ખાદ્યચીજોનું સ્ટોરેજ અનહાઇજેનિક કન્ડિશન માં જોવા મળેલ જેમાં સ્થળ પર ધૂળ ચીકાશ અને કરોળિયાના જાળા જોવા મળેલ (૩)રો-મટિરિયલ માટે કાચો માલ-કાચા પપૈયાંના કટકા કરીને જમીન પર રાખલે (૪)કામદારો ફૂડ હેન્ડલર્સના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરેલ કરેલ નથી (૫)ઉત્પાદનમાં સ્થળ પર જવાબદાર ટેકનીકલ પર્સન ગેરહાજર છે, તેમજ બેચવાઇઝ ઉત્પાદન અંગેના રજીસ્ટર નિભાવેલ નથી, તેમજ રજૂ કરેલ નથી (૬)ઉપયોગમાં લેવાતા બોરના પાણીનો રિપોર્ટ રજૂ કરેલ નથી.
સદરહુ સ્થળ પર સંગ્રહ કરેલ જથ્થા પૈકી અનહાઇજેનિક રીતે સંગ્રહ કરેલ ફરમેન્ટેડ પપૈયાંનો તથા જમીન પર રાખેલ કાચા પપૈયાં મળીને અંદાજીત કુલ ૨૦,૦૦૦ કિ.ગ્રા. (૨૦ ટન) જથ્થો આરોગ્યની દ્રષ્ટિએ માનવ આહાર માટે યોગ્ય ન હોવાનું ફૂડ બિઝનેશ ઓપરેટરે સ્વીકારેલ તેમજ આરોગ્ય અધિકારીની સૂચના મુજબ સદરહુ પેઢીમાં ઉત્પાદન અનહાઈજેનિક કન્ડિશનમાં થતું હોય, સદરહુ જથ્થો લ્ષ્પ્ વિભાગના કોમ્પેકટ વાહન સ્થળ પર લાવી તેના દ્રારા નાશ કરવામાં આવેલ.
તેમજ સદરહુ પેઢીના સ્થળ પરથી ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ -૨૦૦૬ મુજબ કુલ-૦૪ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ (૧)ટૂટી ફ્રૂટી (લુઝ-ગ્રીન) (૨)જેલી ક્યુબ્સ (ઓરેન્જ ફલેવર- લુઝ) (૩)ટૂટી ફ્રૂટી (લુઝ-રેડ) (૪)જેલી ક્યુબ્સ (પાઈનેપલ ફ્લેવર- લુઝ).
(4:17 PM IST)










