News of Tuesday, 21st May 2024
સિવિલ હોસ્પિટલમાં પ્ર.નગર પોલીસ અને સિક્યુરીટી ટીમની સતત ૭ દિવસ ડ્રાઇવ
પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં કોન્સ. જયુભા પરમાર, સિક્યુરીટી ટીમના એ.ડી. જાડેજા, જનકસિંહ ઝાલા, જગદીશભાઇ ચાંદેગરાઅનેક શખ્સો કારણ વગર હોસ્પિટલમાં ઘુસી આવ્યા હોઇ પકડી લઇ કડક ભાષામાં સુચના અપાઇઃ નશાખોરો પણ ઝપટે ચડયા હતાં

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં બહારના તત્વો અને નશાખોરો ઘુસી જઇ ગમે ત્યારે ખેલ નાખતા હોવાની ફરિયાદો ઉઠતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટની રાહબરીમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનની ટીમ અને સિવિલ હોસ્પિટલની સિક્યુરીટી ટીમ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવાર્મીાં આવી હતી. સિક્યુરીટી ઇન્ચાર્જ એ. ડી. જાડેજા, જનકસિંહ ઝાલા, સિક્યુરીટી સુપરવાઇઝર જગદીશભાઇ ચાંદેગરા સહિતે સતત પોલીસની સાથે રહી હોસ્પિટલમાં કામ વગર આવીને આટાફેરા કરતાં, પડયા પાથર્યા રહેતાં શખ્સોને વીણી વીણીને શોધી કાઢી કાર્યવાહી કરી હતી. આવા શખ્સોને હવે પછી કારણ વગર હોસ્પિટલમાં પગ નહિ મુકવા કડક સુચના અપાઇ હતી. કોન્સ. જયેન્દ્રસિંહ પરમારે આ કામગીરીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાત દિવસ સતત ચાલેલી આ ઝુંબેશમાં અનેક એવા શખ્સો ઝપટે ચડયા હતાં જેને હોસ્પિટલમાં દવા લેવાની નહોતી, કોઇની ખબર કાઢવાની નહોતી કે પછી ન તો હોસ્પિટલને લગતાં બીજા કોઇ કામ હતાં. અમસ્તા જ આ શખ્સો અહિ ઘુસી આવ્યા હતાં અને પડયા પાથર્યા રહેતાં હતાં. અમુક નશાખોર પણ મળી આવ્યા હતાં. આ કામગીરીથી હાલ હોસ્પિટલનો સ્ટાફ, દર્દીઓ ભયમુક્ત બન્યાનું જણાવાયુ઼ હતું.
(2:59 PM IST)










