News of Tuesday, 21st May 2024
ટ્રાફીક ડાયવર્ટના જાહેરનામાં રેલ્વે સ્ટેશન રોડ બનશે વિધ્નરૂપ
શાક-બકાલાના ધંધાર્થીઓના દબાણના કારણે દરરોજ ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે વધારાનો વાહન વ્યવહાર શું સ્થિતિ સર્જશે ? ?

રાજકોટ, તા. ર૧ : જામનગર રોડ સાંઢીયા પુલના નવીનીકરણ માટે પોલીસ કમીશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં રેલ્વે સ્ટેશન રોડ વિધ્ન રૂપ બનશે તેવી રજુઆત કરવામાં આવી છે.
રાજકોટ રેલવે સ્ટેશન રોડ ઉપર થી ટ્રાફિક ડાયવર્ટ કરવાનું જાહેરનામુ બહાર પડેલ છે, પરંતુ તે પહેલાં તે રોડ ઉપર પોસ્ટ ઓફિસ થી કોઠી કમપાઉન્ડ ના દરવાજા સુધી રોડ ની વચ્ચે બંને બાજુ ગેરકાયદેસર રીતે સાક વેચવા વાળા લોકો નો ત્રાસ અત્યારે પણ ટ્રાફિક જામ અને અકસ્માત કરાવે છે ત્યારે હૅવી ટ્રાફિક ડાયવર્ટ થશે ત્યારે શું થશે.૧૦૦ નંબર ઉપર ફોન કરવા છતાં હાલ માં ટ્રાફિક જામ દુર થતો નથી . સવારે અને સાંજના સમયે પોલીસ અધિકારી સાદા ડ્રેસ માં ટુ વ્હીલર ઉપર નીકળે તો ખબર પડે સાક ભાજી વાળા ને કાઈ કહો તો ગાળાગાળી ઉપર ઉતરી જતા હોય છે બંને બાજુ દબાણ હટાડવા વાળું કોઈ છે જ નહીં.આ અંગે તાત્કાલિક જવાબદાર અધિકારી ઓએ યોગ્ય કાર્યવાહી કરી રોડ ઉપર નું દબાણ કાયમી દૂર કરવુ જોઈએ. તેવી માંગણી રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસે કરી છે.
(3:25 PM IST)










