News of Tuesday, 21st May 2024
ગુરૂવારે મેઘવાળ સમાજના સમુહલગ્નઃ ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશેઃ સંતો-મહંતો આર્શીવચન પાઠવશે
રેસકોર્ષના મેદાનમાં આયોજનઃ બુધવારે દાંડીયારાસ

રાજકોટ તા. ર૧: આગામી તા. ર૩ ગુરૂવારે બુધ્ધ પુર્ણિમાના દિવસે રેસકોર્સ મેદાન ખાતે આંબાભાઇ માનવસેવા ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ તેમજ વોર્ડ નં. ૧પ મેઘવાળ સમાજ દ્વારા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મેઘવાળ સમાજ ૧૧ દિકરી દિકરીઓને સામાજિક ધાર્મિક રીત રિવાજો તેમજ પરંપરાગત સંસ્કૃતિ મુજબ સંતો મહંતોના આશીર્વાદ સાથે સામાજિક શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં નવ યુગલો દામ્પત્ય જીવનના તાંતણે બંધાશે. કરીયાવરમાં દીકરીઓને ૯૦ થી વધુ વસ્તુઓ અપાશે.
તા. રર બુધવારે રાત્રે ૯ થી ૧૧ દાંડીયા રાસોત્સવમાં સમુહ લગ્નોત્સવ સમિતિના દાતાઓ અને સભ્ય ઉપસ્થિત રહેશે. તા. ર૩ ના રોજ પરમ પૂજય જગતગુરુ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહેન્દ્રનંદગીરી ગીરીજી બાપુ તેમજ પરમ પૂજય બાપુ શ્રી મોગલકુળ ચારણ ઋષિ કબરાઉ મોગલધામ કચ્છ ૧૧ નવ દંપતીઓને આશીર્વાદ આપીને સમુહ લગ્નોત્સવની શોભા વધારશે.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં. ૧પ મેઘવાળ સમાજ દ્વારા ચોપડા વિતરણ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ, આર.ટી.આઇ. ઓનલાઇન ફોર્મ ભરવા કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતું હોવાનું જણાવેલ.
આયોજનને સફળ બનાવવા અમનભાઇ એ. ગોહેલ મો. ૯૭ર૬૯ ૩પ૦૩૩, નરેશભાઇ જે. પરમાર મો. ૯૯૦૪૮ ૧૮૮૧૮, વાસુદેવ એમ. સોલંકી, પ્રકાશભાઇ ડી. ચાવડા, રમેશભાઇ કે. વધેરા, દેવજીભાઇ ખીમસુરીયા, હિરાલાલ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:30 PM IST)










