<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

રાજકોટ :  રાજકોટ કલેકટર કચેરી ખાતે આતંકવાદ વિરોધી દિવસ ૨૧ મે ની ઉજવણી અંતર્ગત  શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કલેકટર  પ્રભવ જોષી, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, જિલ્લા પુરવઠા અધિકારી  રાજે વાંગવાણી તેમજ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ વિભાગના મુખ્ય અધિકારીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રથમ માળે પેસેજમાં ઉપસ્થિત રહીને આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞામાં જોડાયા હતા.

(3:37 PM IST)