<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

સિવિલ હોસ્‍પિટલ અને જનાના હોસ્‍પિટલમાં પાણીના ટેન્‍કરોની સપ્‍લાયમાં મોટો ભ્રષ્‍ટાચાર : કોંગ્રેસ

રાજકોટ, તા. રર : સિવિલ હોસ્‍પીટલમાં ટેન્‍કરો દ્વારા પાણી સપ્‍લાય કરવાના કામમાં સિવિલ હોસ્‍પીટલનાં આ કામના જવાબદાર અધિકારીઓ અને પાણીના ટેન્‍કર સપ્‍લાય કરતી એજન્‍સી દ્વારા સાથે મળી પાણીના ટેન્‍કરના ખોટા ફેરા દર્શાવી તેમજ જી.એસ.ટી. ભરપાઈ સાથેના ખોટા બીલો રજુ રાખી જી.એસ.ટી. ના નામે પણ મોટા પાયે હોસ્‍પીટલ તંત્ર પાસેથી લાખોના નાણા મીલી ભગતથી ખંખેરી લેવામાં આવ્‍યા હોય તેવું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. ત્‍યારે એક સક્ષમ વિપક્ષ તરીકે પ્રજાના નાણાનો વ્‍યય થતો અટકાવવોએ અમારી ફરજ છે ત્‍યારે નીચેના મુદ્દાઓ આપના ઘ્‍યાન ઉપર મૂકી આ સમગ્ર પ્રકરણની ન્‍યાયીક તપાસ કરાવવા અને જવાબદારો સામે ન્‍યાયીક પગલાઓ ભરવા સિવિલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ આર. એસ. ત્રિવેદી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

(૧) રાજકોટની સરકારી સિવિલ હોસ્‍પીટલ તેમજ જનાના હોસ્‍પીટલમાં પાણીના ટેન્‍કરો સપ્‍લાય કરવા માટેનું ટેન્‍ડર કયારે અને કેટલા સમય માટે અને કઈ શરતો મુજબ કરવામાં આવ્‍યું હતું. જે બાબતની વિગતો જાહેર કરવામાં આવે.

(ર) આ પાણીના ટેન્‍કર સપ્‍લાય માટેના ટેન્‍ડરમાં કુલ કેટલી એજન્‍સીઓએ ભાગ લીધો હતો અને તેમાંથી કઈ એજન્‍સી આ કામ માટે કવોલીફાય થઈ હતી અને તે કવોલીફાય થયેલ એજન્‍સીને કેટલા લીટર પાણીના ટેન્‍કરના શું ભાવ મુજબ કામના વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો તેની વિગતો જાહેર કરવામાં આવે.

(૩) આ પાણીના ટેન્‍કરોના સપ્‍લાય પેટે અત્‍યાર સુધી ચુકવવામાં આવેલ નાણાં (બીલો) ની કુલ રકમ તેમજ એજન્‍સીને જી.એસ.ટી. પેટે ચુકવવામાં આવેલ બીલ સાથેની રકમ (નાણાં) ચુકવણીની વિગતોની તપાસ કરી જાહેર કરવામાં આવે.

(૪) આ કામની એજન્‍સી દ્વારા જે જી.એસ.ટી. નંબર પ્રમાણેનું બીલ મુકવામાં આવેલ છે તેવા જી.એસ.ટી. નંબરની વિગતો આ કામની એજન્‍સીના નામથી જ ભરપાઈ કરવામાં આવે છે કે કેમ ? તેની વિગતો તપાસ કરવામાં આવે.

(૫) પાણીના ટેન્‍કરો સપ્‍લાય કરતી એજન્‍સી દ્વારા જે પાણીના ટેન્‍કરો સપ્‍લાય કરવામાં આવતા હતા તેવા ટેન્‍કરોની સુપરવિઝનની જવાબદારી સિવિલ હોસ્‍પીટલના કયાં વિભાગની અને કયાં સક્ષમ અધિકારીની હતી અને તેમના દ્વારા કામના વર્કઓર્ડર આપ્‍યાથી અત્‍યાર સુધીમાં કરવામાં આવેલ ટેન્‍કરો અને પાણીનો જથ્‍થો તેમજ બીલ બાબતની વિગતોની જવાબદારી બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

(૬) પાણીના ટેન્‍કરોના જી.એસ.ટી. ભરપાઈ કરવાની જોગવાનઈ છે કે કેમ? તેની તપાસ કરી આ કામની એજન્‍સી દ્વારા જી.એસ.ટી. નંબર સાથે બીલો મુકવામાં આવ્‍યા હોય અને આવા બીલો કયાં સક્ષમ અધિકારી દ્વારા મંજુર કરવામાં આવ્‍યા અને તે બીલો મુજબ આ કામની એજન્‍સીને ચુકવવામાં આવેલ નાણાની વિગતો જાહેર કરવી.

(૭) આ કામની એજન્‍સી દ્વારા જી.એસ.ટી. ભરપાઈ કર્યાની વિગતોની

ચકાસણી કરી ભરપાઈ કરેલ જી.એસ.ટી.નાં નાણાની રકમની વિગતો જાહેર કરવી. (૮) સિવિલ હોસ્‍પીટલ દ્વારા જરૂરીયાત મુજબનાં પાણીના વપરાશ માટે રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કેટલા લીટરનાં પાણીના ટેન્‍કરના ભાવો મંગાવવામાં આવ્‍યા હતા. જો આ બાબતે રાજકોટ મ્‍યુ. કોર્પો. પાસે કોઈ માંગણી કરેલ હોય તો તેવા પત્રોની વિગતો જાહેર કરવી.

ઉ૫રોકત વિષયે, વિગતો અને મુદ્દાઓને ઘ્‍યાને લઈ આપની કક્ષાએથી તાકિદે તપાસ કરવી અને આ સમગ્ર પ્રકરણના દોષિતો સામે ન્‍યાયીક તપાસના અંતે ન્‍યાયીક કાર્યવાહી કરવામાં આવે તેમજ આપના દ્વારા કરેલ કાર્યવાહીની અમોને પણ લેખીતમાં જાણ કરવામાં આવે તેવી માંગણી શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, દિલિપ આસવાણી, કૃષ્‍ણદત્ત રાવલ, સંજય લાખાણી, દેવેન્‍દ્રસિંહ રાણા દ્વારા કરવામાં આવી છે.

(3:40 PM IST)