News of Tuesday, 21st May 2024
મવડીમાં મનપાની આવાસ યોજના ટીમ ત્રાટકીઃ૧૧ ફલેટને તાળા
લક્ષ્મણ ટાઉનશીપમાં લાભાર્થીને બદલે અન્ય ભાડુઆતો રહેતા કાર્યવાહી

રાજકોટ તા.૨૧ શહેરના મવડી વિસ્તારમાં આવેલા મનપાના લક્ષ્મણ ટાઉનશીપ ખાતે આવેલા આવાસોમાં મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યકિતઓ,ભાડુઆતો રહેતા હોવાનું માલુમ પડતા ૧૧ આવાસો સીલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનાવવામાં આવેલ છે.રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ,મવડી નજીક આવેલ લક્ષ્મણ ટાઉનશીપ ખાતે અમુક કવાટર્સમાંમૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યકિતઓ/ભાડુઆતો રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ જે અન્વયે આસામી ઓ દ્વારા રજુ કરવામાં આવેલ લેખિત પ્રત્યુતર ગ્રાહય રાખવા યોગ્ય ન જણાતા તા.૨૦ ના ૧૧ આવાસો રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.
(3:41 PM IST)










