<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ

રાજકોટ : રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ - ૨૧ મે નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના સંયુકત માહિતી નિયામક  મિતેશભાઇ મોડાસીયાના માર્ગદર્શન હેઠળ નાયબ માહિતી નિયામક  પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વ  સોનલબેન જોષીપુરા,  પ્રિયંકાબેન પરમાર,  પારુલબેન આડેસરા તથા સૌ કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. જેમાં સૌએ આતંકવાદ અને હિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા, અખંડિતતાના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧ મે ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન  રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેને અનુસંધાને તા. ૨૧ મે ૅરાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિનૅ તરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના રૂપે ઉજવવામાં આવે છે.

(3:51 PM IST)