<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

મનપાના સુરક્ષા વિભાગના ચોકીદારની પ્રમાણીકતાઃ બે પર્સ પરત આપ્યા

સંજયભાઇ બગથરીયાને બિરદાવતા ડી.વાય.એસ.પી. ઝાલા

રાજકોટઃ મહાનગરપાલિકા રાજકોટ ખાતે સુરક્ષા શાખામાં છેલ્લા ૨૪ વર્ષ થી ફરજ બજાવતા વર્ગ-૪, નાં ચોકીદાર કર્મચારી શ્રી સંજયભાઇ જગદિશભાઇ બગથરીયા તા.૧૩નાં  મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે પોતાની ફરજ પર હતા તે દરમ્યાન ટેકસ કલેકશન વિભાગ પાસે બિનવારસી લેડીસ પર્સ મળી આવેલ જેમા અંદાજીત રૂ.૮૦૦૦ રોકડ જણાય આવેલ જે બાબતે પર્સના મુળ માલીક અને શહેરીજન હંસાબેન ભીલનું જણાય આવતા જરૂરી ખરાઇ કરાવી તેઓને પરત અપાવેલ છે. તેમજ તા.૧૬ નાં રોજ સેન્ટ્રલ ઝોન મધ્ય પાર્કીંગ ખાતે તેઓને લેડીઝ પર્સ બીન વારસી મળી આવતા આ પર્સ સુરક્ષા કંટ્રોલ ખાતે જમા કરાવી તપાસતા તેમા અંદાજીત રૂ.૧૨,૦૦૦ મળી આવેલ જે પર્સ રમાબેન વિજયગીરી ગૌસ્વામી રહે. હુડકો ફાયર બ્રિગેડની પાછળનું હોવાનું ખરાઇ કરી પરત આપવાની ઉત્ત્।મ કામગીરી કરી ફરજ નિષ્ઠા તથા પ્રમાણિકતાનું ઉત્ત્।મ ઉદાહરણ પુરૂ પાડેલ જે બદલ નાયબ પોલિસ અધીક્ષક અને સુરક્ષા અધિકારી આર. બી. ઝાલા દ્વારા કર્મચારીને બિરદાવી પ્રશંસા પત્ર અર્પણ કરેલ છે.

(3:54 PM IST)